Connect Gujarat
ગુજરાત

ચૂંટણી પંચના દિશા-નિર્દેશોને સખ્તાઈથી લાગુ કરવાના કારણે લોકસભા ચૂંટણીના પરિણામો આવવામાં થઈ શકે છે વિલંબ

ચૂંટણી પંચના દિશા-નિર્દેશોને સખ્તાઈથી લાગુ કરવાના કારણે લોકસભા ચૂંટણીના પરિણામો આવવામાં થઈ શકે છે વિલંબ
X

ચૂંટણી પંચના દિશા-નિર્દેશોને સખ્તાઈથી લાગુ કરવાના કારણે લોકસભા ચૂંટણીના પરિણામો આવવામાં વિલંબ થઈ શકે છે. દિશા-નિર્દેશ મુજબ એક ચરણની મતગણતરીની સમગ્ર પ્રક્રિયા ખતમ થયા બાદ જ બીજા ચરણની મતગણતરી શરૂ થશે તેમ જાણવા મળી રહ્યું છે.

એક લોકસભા ચૂંટણી ક્ષેત્રમાં અનેક વિધાનસભા ક્ષેત્ર હોય છે, મતગણતરી અનેક સ્થળે થાય છે. તેથી એક ચરણ પૂરૂં થયા બાદ દરેક વિધાનસભા ક્ષેત્રના આંકડાઓને સેન્ટ્રલ ટેબલ પર જોડવાના હોય છે.જેથી એક ચરણથી બીજા ચરણના વલણ આવવામાં મોડું થશે તેમ લાગી રહ્યું છે.

લોકસભા ચૂંટણીમાં વિધાનસભા ચૂંટણીની તુલનામાં એક ચરણની મતગણતરીમાં વધુ સમય લાગે છે. લોકસભા ચૂંટણીની મતગણતરીથી જોડાયેલા દિશા-નિર્દેશ તમામ રાજ્યોને મોકલવામાં આવી ચૂક્યા છે. આ ઉપરાંત જો વિપક્ષની માંગ પર VVPAT સ્લિપને મેળવણી શરૂઆતમાં જ કરવામાં આવી તો વલણ સ્પષ્ટ થવામાં જ બપોર થઈ જશે અને મતગણતરી બપોર સુધી શરૂ થઈ શકશે. જો મેળવણી ન હોવાની સ્થિતિમાં તમામ સ્લિપોની મેળવણી કરવામાં આવશે, એવામાં રિઝલ્ટ ૨-૩ દિવસ વિલંબથી આવી શકે છે.

રાજ્યના મુખ્ય ચૂંટણી એસ. મુરલીક્રિષ્ણાએ જણાવ્યું હતું કે, દરેક વિધાનસભાદીઠ પાંચ વીવીપેટીની ગણતરી કરવાની હોવાથી પરિણામ ત્રણથી ચાર કલાક મોડું જાહેર થશે. વીવીપેટ અને ઈવીએમના મતોમાં જો કોઈ તફાવત આવે તો વીવીપેટના મતોને આખરી ગણવામાં આવશે.

Next Story