જંબુસર:કંબોઇના દરિયા કિનારે તણાઇ આવેલ પુરૂષની મળી લાશ

New Update
જંબુસર:કંબોઇના દરિયા કિનારે તણાઇ આવેલ પુરૂષની મળી લાશ

જંબુસરના કંબોઇ દરિઓયાકાંઠે એક પુરૂષની દરિયાના પાણીમાં તણાઇ આવેલા લાશ મલતા લોકા ટોળા એકત્રીત થયા હતા.જોકે ઘટનાની જાણ પોલીસને થતા પોલીસે મૃતકની લાસનો કબ્જો મેળવી તેના વાલીવારસોની શોધા આરંભી હતી.

જંબુસર તાલુકાના કંબોઈ દરિયા કિનારે અજાણ્યા પુરૂષની દરિયામાંથી તણાઇને આવેલી લાશ મળી આવવાની ઘટનાના પગલે દરિયા કિનારે લોકટોળા એકત્રીત થયા હતા. કાવી પોલીસ ને ઘટનાની જાણ થતા ત્વરીત ઘટનાસ્થળે દોડી ગઈ અને આ અજાણ્યા પુરૂષ કોણ છે? કયાંથી આવ્યો અને કેવી રીતે તેનું મોત નીપજ્યું વિગેરે બાબતોની તપાસ સાથે તેના વાલીવારસોની શોધખોળ આદરી હતી.