જંબુસર: ૭૦ બેડની ૧૨.૫૦ કરોડના ખર્ચે નવી હોસ્પિટલની મળી મંજૂરી

New Update
જંબુસર: ૭૦ બેડની ૧૨.૫૦ કરોડના ખર્ચે નવી હોસ્પિટલની મળી મંજૂરી

જંબુસર રેફરલ હોસ્પિટલ જંબુસર જ નહિ પરંતુ આમોદ, વાગરા અને પાદરા તાલુકાની પ્રજા માટે આશીર્વાદરૂપ છે.

ઘણા વર્ષોથી જંબુસરવાસીઓની માંગ હતી કે રેફરલ હોસ્પિટલને સબ ડીસ્ટ્રીકટ હોસ્પિટલ

બનાવવામાં આવેની માંગ કરી હતી.

publive-image

હોસ્પિટલ પ્રસાશન દ્વારા ૧૦૦ બેડની હોસ્પિટલ બનાવવા

દરખાસ્ત કરાઈ હતી. જેમાં આજ થી બે વર્ષ પહેલા ૧૦૦ બેડને ધ્યાને લઇ સરકારના રાજ્ય

આરોગ્ય કલ્યાણ વિભાગ દ્વારા ૧૨.૫૦ કરોડ રૂપિયાની ગ્રાન્ટ મંજુર કરવામાં આવી છે. તો

૧૦૦ બેડની સામે હાલ ૬૫ બેડની મંજૂરી આવી છે. જેને જોતા ૧૨.૫૦ માંથી કેટલા રૂપિયાની

ગ્રાન્ટ વપરાશે તે હજુ સ્પષ્ટ જાણકારી મળી નથી.

સાથે નવી હોસ્પિટલમાં ૨ સર્જન, જનરલ ફીજીશીયન, બાળકોના ડોક્ટર, હાડકાના ડોક્ટર સહીત

મેડિકલ ડોક્ટરોની નિમણુંક સાથે નર્સિંગ સટાફમાં પણ વધારો કરવામાં આવ્યો છે.