જળ, જમીન અને વાયુ ત્રણેય સ્તરે પરમાણુ હુમલો કરવા સક્ષમ બનશે ભારત

New Update
જળ, જમીન અને વાયુ ત્રણેય સ્તરે પરમાણુ હુમલો કરવા સક્ષમ બનશે ભારત

ભારત પરમાણુ હુમલાનો વળતો જવાબ આપવા માટેની ક્ષમતામાં વધારો કરવા જઇ રહ્યું છે. ભારત હવે જમીન, હવા અને પાણી ક્યાંયથી પણ પરમાણુ હુમલો કરવા સક્ષમ બનશે.

મળતી માહિતી મુજબ ભારત પાસે ટૂંક સમયમાં જ હવામાં એરક્રાફ્ટથી, જમીન પરથી ઇન્ટરકોન્ટિનેન્ટલ બ્લિસ્ટીક મિસાઇલ દ્વારા અને પાણી નીચેથી સબમરીન દ્વાર પરમાણુ મિસાઇલ છોડવામાં આવશે.

ભારત પાસે જમીનથી લાંબા અંતરના લક્ષ્યોના નિશાન સાધવા માટે અગ્નિ મિસાઇલો ઘણાં વખત પહેલાથી છે. તે સાથે જ હવાઇ હુમલો કરવા માટે સક્ષમ ફાઇટર એરક્રાફ્ટ પણ છે. માત્ર સમુદ્રથી પરમાણુ હુમલો કરવાની ક્ષમતા ભારત પાસે નહોતી. તે પણ હવે ટૂંક સમયમાં પૂર્ણ થવા જઇ રહી છે.

સુત્રોના જણાવ્યા મુજબ ભારતની પ્રથમ સ્વદેશી બનાવટની ન્યુક્લિયર સબમરિન આઇએનએસ અરિહંતનો આ વર્ષે ઓગષ્ટમાં નેવીમાં સમાવેશ કરવામાં આવ્યો હતો. આઇએનએસ અરિહંતમાં 750 અને 3500 કિમીની ક્ષમતા ધરાવતી મિસાઇલો છે.

સુત્રોના જણાવ્યા મુજબ 6 હજાર ટન વજન ધરાવતા અરિહંત ન્યુક્લિયર બ્લાસ્ટિક મિસાઇલ સાથે પાણીની નીચે જવા માટે હાલમાં તૈયાર નથી.

Read the Next Article

મરાઠી વિવાદ: મુંબઈના રસ્તા પર વેપારીઓ vs MNS, પોલીસે ટિંગાટોળી કરી કાર્યકરોને ડિટેઇન કર્યા

મહારાષ્ટ્રમાં ભાષા વિવાદ એ હદે વધી ગયો છે કે રાજ ઠાકરેની પાર્ટી મનસેના કાર્યકરો રસ્તા પર ઉતરી આવ્યા છે. પરિસ્થિતિ એવી છે કે થોડા દિવસો પહેલા પાર્ટીના કાર્યકરોએ એક ફૂડ સ્ટોલ માલિકને માર માર્યો હતો.

New Update
marathi bhasa

મહારાષ્ટ્રમાં ભાષા વિવાદ એ હદે વધી ગયો છે કે રાજ ઠાકરેની પાર્ટી મનસેના કાર્યકરો રસ્તા પર ઉતરી આવ્યા છે. પરિસ્થિતિ એવી છે કે થોડા દિવસો પહેલા પાર્ટીના કાર્યકરોએ એક ફૂડ સ્ટોલ માલિકને માર માર્યો હતો.

વ્યાપારી સંગઠનોએ આનો વિરોધ કર્યો હતો. હવે તેના જવાબમાં મનસેના કાર્યકરોએ મંગળવારે રેલી કાઢી છે, જ્યાં પોલીસ પણ કડક કાર્યવાહી કરી રહી છે.

એવું કહેવામાં આવે છે કે આ રેલી પોલીસની પરવાનગી વિના કાઢવામાં આવી હતી અને તેના કારણે થાણે જિલ્લામાં ભારે ટ્રાફિક જામ અને તણાવ સર્જાયો હતો. રેલી શરુ થાય તે પહેલાં જ પોલીસે સવારે 3:30 વાગ્યે મનસેના થાણે અને પાલઘરના વડા અવિનાશ જાધવ સહિત ઘણા અગ્રણી નેતાઓને કસ્ટડીમાં લીધા હતા.

આ મામલે પ્રતિક્રિયા આપતા મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે કહ્યું કે, 'મનસેના કાર્યકરો દ્વારા કાઢવામાં આવેલી રેલી મંજૂર રૂટ પર નહોતી. તેથી જ પોલીસે કાર્યવાહી કરવી પડી. મહારાષ્ટ્ર એક લોકશાહી રાજ્ય છે અને અહીં કોઈપણ વિરોધ કરી શકે છે, પરંતુ તેના માટે પહેલા પરવાનગી લેવી પડશે.'

આ અંગે પ્રતિક્રિયા આપતાં મનસે નેતા સંદીપ દેશપાંડેએ કહ્યું, 'આ પરિસ્થિતિ કટોકટી જેવી છે. ગુજરાતી વેપારીઓની રેલીને પૂર્ણ સન્માન આપવામાં આવી રહ્યું છે ત્યારે અમારા નેતાઓની વહેલી સવારે ધરપકડ કરવામાં આવી હતી. શું આ મહારાષ્ટ્ર સરકાર છે કે ગુજરાત સરકાર? સરકાર ગમે તે કરે, મરાઠી લોકોની આ રેલી ચોક્કસ થશે.'

આ મહિનાની શરુઆતમાં મીરા-ભાયંદર વિસ્તારમાં એક ફૂડ સ્ટોલ માલિકને મરાઠીમાં વાત ના કરવાના કારણે માર મારવામાં આવ્યો હતો. આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો, જેના પછી વેપારી સમુદાયમાં ઘણો ગુસ્સો હતો. વેપારીઓએ આ ઘટનાનો વિરોધ કરવા માટે શાંતિપૂર્ણ રેલીનું આયોજન કર્યું હતું. મનસેએ તેને મરાઠી ઓળખની વિરુદ્ધ ગણાવ્યું હતું અને વિરોધમાં પોતે રેલી કાઢી હતી.

Maharastra | Controversy | MNS | Mumbai | Mumbai Police