જાણો અંકલેશ્વર માં ક્યાં નીકળે છે ભૂગર્ભ માંથી લાલ રંગનું પાણી 

New Update
જાણો અંકલેશ્વર માં ક્યાં નીકળે છે ભૂગર્ભ માંથી લાલ રંગનું પાણી 

અંકલેશ્વર ઔદ્યોગિક વસાહતના કારણે હરહંમેશ ચર્ચાના કેન્દ્ર સ્થાને રહે છે.અને હવે ભૂગર્ભ જળ લાલ રંગના નીકળતા આ ઘટનાને માનવ સર્જિત ગણવી કે કુદરતી એવી વિમાસણમાં લોકો મુકાય ગયા છે.

અંકલેશ્વર તાલુકાના બાકરોલ ગામની રામનગર સોસાયટીમાં વર્ષોથી ભૂગર્ભ જળ લાલ રંગના નીકળી રહયા છે.પાણીના બોર કરવાની સાથે જ લાલ રંગનું પાણી નીકળતા રહીશોમાં ભારે કુતુહલતા જોવા મળી રહી છે.

08fdd63f-b48b-4fff-ad69-72dff9a7c1a6

લાલ રંગના પાણી સિવાય બીજો કોઈ વિકલ્પ ન રહેતા સ્થાનિક રહીશો આ પાણીનો ઘર કામ અર્થે ઉપયોગ કરવા માટે મજબુર બન્યા છે.

અગાઉ પણ આ અંગે ઉચ્ચકક્ષાએ રજૂઆતો થઇ છે પરંતુ તેનું કોઈજ નિરાકરણ હજી સુધી આવ્યુ નથી.

જવાબદાર તંત્ર પણ આ સંશોધનાત્મક ઘટના અંગે ઉંડો રસ દાખવે અને ભૂગર્ભ જળ લાલ થવા પાછળનું સાચુ કારણ બહાર લાવે તેવી માંગ પણ સ્થાનિકો કરી રહ્યા છે.વધુમાં ભૂગર્ભ જળ લાલ રંગનું થવા પાછળ બેજવાબદાર ઉદ્યોગો અને જાહેરમાં પ્રદુષિત પાણી ઠાલવતા તત્વો જ જવાબદાર હોવાનું પણ કહેવાય રહ્યુ છે.