Connect Gujarat
ગુજરાત

જામનગર: બજેટ-૨૦૧૯ને આવકારતા મહાનગર પાલિકાના પદાધિકારીઓ સહિત નગરજનો

જામનગર: બજેટ-૨૦૧૯ને આવકારતા મહાનગર પાલિકાના પદાધિકારીઓ સહિત નગરજનો
X

નરેન્દ્રમોદી ના નેતૃત્વ માં એનડીએ સરકારને દેશ ની જનતાએ બીજીવાર સતાની કમાન સોપી છે અને મોદી સરકાર પર વિશ્વાસ રાખ્યો છે. ત્યારે આજે મોદી સરકારે પણ જનતાને લાગણી અને રાહતો થી વધાવી છે. કેન્દ્ર સરકાર દ્વારા બહાર પાડવામાં આવેલું બજેટ જામનગર મહાનગર પાલિકાના પદાધિકારીઓ સહિત નગરજનોએ આવકારયું હતું

કેન્દ્રિય નાણામંત્રી નિર્મલા સિતારમણે આજે સાંસદ માં ૨૦૧૯-૨૦ નું અંદાજપત્ર રજૂ કર્યું હતું અને તેમાં મોદી સરકાર મધ્યમ વર્ગ ગરીબો અને ખેડૂતો ઉપર ઓવારી ગઈ છે અને તેમણે ઘણી રાહતો આપી છે મહિલાઓને તેમજ અન્ય નાના મોટા ધંધા ઉધ્યોગો ને પણ રાહત આપી છે દેશ ના ત્રણ કરોડ કારોબારીઓને પેન્શન આપવાની જાહેરાત કરી છે મહિલાઓને મુદ્રા યોજના હેઠળ રૂપિયા 1 લાખ ની લોન અપાશે અને જનધન માં મહિલા નું ખાતું હોય તો રૂપિયા પાંચ હજાર સુધી નો ઓવરડ્રાફટ અપાશે જેવા અનેક નિર્ણયો સરકાર દ્વારા લેવામાં આવ્યા છે ત્યારે જામનગર મહાનગરપાલિકાના મેયર હસમુખભાઈ જેઠવા અને સ્ટેન્ડિંગ કમિટી ના ચેરમેન સુભાષભાઈ જોશી સહિત નગરજનો એ કેન્દ્ર ના બજેટ ને આવકારયું છે અને ખુશી વ્યક્ત કરી છે તો વેપારી જગત માં વેપારીઓની કેટલીક માંગણી ના સંતોશાતા નારાજગી જણાઈ છે તો ઘણા નિર્ણયો ને લઈને ખુશી પણ જોવા મળી છે.

Next Story