/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2019/07/maxresdefault-369.jpg)
દેશના કરોડો લોકોની રક્ષા માટે પોતાના પરિવાર થી દૂર જીવના જોખમે સરહદ ઉપર ટાઢ તાપ તડકો સહન કરી રહેલા આર્મી, એરફોર્સ અને નેવીના જવાનો જેઓ માયન્સ 20 ડિગ્રી તાપમાનમાં હિમાલયની સરહદો ઉપર તેમજ 45 ડિગ્રી ગરમી માં રાજસ્થાન અને કચ્છ ની સરહદ ઉપર 24 ક્લાક તેમની ફરજ બજાવી દેશ ની રક્ષા કરી રહ્યા છે. ત્યારે તેઓની રક્ષા માટે આગામી રક્ષાબંધન પૂર્વે બહેનો દ્વારા તેમને રાખડી પહોંચાડવાનો કાર્યક્રમ કોર્પોરેટર ડીમ્પલબેન દ્વારા યોજવામાં આવ્યો હતો. જેમાં સખી ક્લબ , ન્યુ વિઝન ક્લબ, સમસ્ત બ્રહ્મ સામાજ શહેર - જિલ્લા મહિલા પાંખ શ્રી વુમન્સ ક્લબ , સોની સમાજ મહિલા મંડળ, બ્રહ્મ શક્તિ ક્રિએટિવ ગ્રૂપ, ન્યુ ડિવાઇન ક્લબ, ઓમ ટ્રેનીંગ સેન્ટર, વિશ્વ કર્મા મહિલા જાગૃતિ સંસ્થા વિગેરે મહિલા સંસ્થા ના આગેવાનો હાજર રહ્યા હતા.
એક રાખડી આપના સૈનિક ભાઈઓને નામ કાર્યક્રમ માં મુખ્ય અતિથિ વિશેષ તરીકે સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન સુભાષભાઇ જોશી, શાસક જુથના નેતા દિવ્યેશ ભાઈ અકબરી , શહેર ભાજપ પ્રમુખ હસમુખભાઇ હિંડોચા , મહામંત્રી ડોકટર વિમલભાઈ કાગથરા શહેર મહિલા મોરચા ના શારદાબેન વિઝુડા રંગગ્રામ ના અભિબેન ત્રિવેદી , નોબત પરિવાર ના શિલ્પાબેન માધવાણી તેમજ કોર્પોરેટર મેઘનાબેન હરિયા, રિટાબેન ઝીંઝુવાડિયા, રચના બેન નંદાણીયા, નિતાબેન પરમાર વિગેરે હાજર રહ્યા હતા આ કાર્યક્રમ માં બહેનોએ સરહદ ઉપર સુરક્ષા કરી રહેલા જાંબાઝ જવાનો ને આકર્ષક અને લાગણી સભર સંદેશાઓ લખી મોકલ્યા છે જે આગામી દિવસો માં સિયાચીન અવેરનેસ ડ્રાઈવ મારફત દેશ ની સરહદ સુધી પહોંચાડવામાં આવનાર છે કાર્યક્રમ નું સંચાલન જાણીતા શો ઓર્ગેનાઇઝર રૂષિતાબેન સોની દ્વારા કરવામાં આવ્યું હતું
કાર્યક્રમના મુખ્ય આયોજક કોર્પોરેટર ડીમ્પલબેન રાવલે જણાવ્યું હતું કે જામનગર માં આ પ્રકારે સામૂહિક રીતે બહેનો દ્વારા સરહદ પર ના જવાનો ને રાખડી મોકલવાનો આ પ્રથમ બનાવ છે જેમાં શહેર ની મહિલા સંસ્થાના હોદેદારો અને મહિલા આગેવાનો એ બહોળી સંખ્યા માં હાજર રહી તેમની દેશ પ્રત્યે ની ફરજ અદા કરી હતી પ્રથમ પ્રયાસ માં જ પાંચસો જેટલી રાખડીઓ દેશ ના જવાનો માટે જામનગર થી મોકલવામાં આવશે જે જામનગરની બહેનોનો દેશની રક્ષા કરતાં ભાઈઓ પ્રત્યેની લાગણી દર્શાવે છે. આગામી દિવસો માં આ કાર્યક્રમ વિશાળ ફલક પર આયોજન કરી જામનગર થી વધુ માં વધુ રાખડીઓ દેશના જવાનો માટે મોકલી શકાય તે પ્રકાર ના પ્રયત્નો કરવામાં આવશે.