Connect Gujarat
ગુજરાત

જૂનાગઢમાં વિવધ જગ્યા તંત્રના દરોડા:ફાયર સેફટી ના હોય તે હોટલ,હોસ્પીટલ,મોલ કરાયા સીલ

જૂનાગઢમાં વિવધ જગ્યા તંત્રના દરોડા:ફાયર સેફટી ના હોય તે હોટલ,હોસ્પીટલ,મોલ કરાયા સીલ
X

મહાનગરપાલિકાના કર્મચારીઓની બેદરકારી સામે આવી

મોતીબાગ વિસ્તારમાં બેંકને સીલ ન મારતા ચકચાર મચી ત્યારે મીડિયા કવરેજ કરવા જતાં મીડિયા નું અપમાન કરવામાં આવ્યું

જૂનાગઢ મહાનગરપાલિકા દ્વારા વિવધ વિસ્તારો માં આવેલ મોલ હોસ્પિટલ કે પછી રેસ્ટોરન્ટ જ્યાં ફાયર સેફ્ટી ન હોઈ તેને સીલ મારવામાં આવ્યા હતા. ત્યારે મહાનગરપાલિકા ના કર્મચારીઓની બેદરકારી દેખાઇ હતી.

જુનાગઢ મહાનગરપાલિકા દ્વારા સુરતની બનેલ ઘટનાને પગલે શહેરના મોલ હોસ્પિટલ બેન્ક માં સધન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. જેમાં મોતીબાગ વિસ્તારમાં આવેલા રિલાયન્સ મોલના બેઝમેમ્ટને સીલ કરવામાં આવ્યું હતું. રિલાયન્સ મોલ માં ફાયર સેફટીની સુવિધા ન હોઈ અને પાર્કિંગના ભાગમાં ગોડાઉન બનાવી વપરાશ કરવામા આવતું હોવાથી તેને ફાયર સુપ્રીડેન્ટ દસ્તુરની અધ્યક્ષતામાં સીલ કરાયું હતું. ત્યારે બીજી તરફ મોતીબાગ પાસે આવેલ એચ.ડી.એફ.સી.બેન્કના બેઝમેન્ટમાં આવેલ ભાગમાં બેન્કના લોન વિભાગના કર્મચારીઓ કામ કરતા હોય જે ગેરકાયદેસર હોય છતાં બેન્કની અંદરના ભાગે ફાયર સેફ્ટીની ટેન્કની પણ તારીખ વિતી ચુકેલ હોય અને કોઇપણ પ્રકારની સેફ્ટી ના હોય ત્યારે જુનાગઢ મહાનગરપાલિકાના ટેક્ષ કમિશનર પ્રફુલભાઇ કનેરીયા અને ફાયર સુપ્રી. કે.એમ.દસ્તુર અને સ્ટાફ સાથે ચેકિંગ કરી એચ.ડી.એફ.સી.બેન્કનો બેઝમેન્ટ વિભાગ સિલ કરવાની કામગીરી કરેલ હોય પરંતુ હાલ તો ફાયર સુપ્રિ દસ્તુરે ફકત બેન્કની કામગીરી બંધ કરેલ છે અને તેજ બિલ્ડીંગની બાજુમાં આવેલ ઓફીસો સીલ કરેલ છે તો એચ.ડી.એફ.સી બેન્કને તંત્ર દ્વારા સિલ કરવામાં કેમ ન આવી ? કે પછી ફોન પર એચ.ડી.એફ.સી ના અધિકારી સાથે વહીવટ થયો હોય તેવું લાગી રહ્યું છે. આ કામગીરીનું કવરેજ મિડીયા કરતુ હોય તયારે એચ.ડી.એફ.સી.બેન્કના મેનેજર નંદાએ મિડીયાને રોકી મિડીયાની કામગીરીમાં વિક્ષેપ કરી મિડીયાનું પણ અપમાન કરેલ હોય ત્યારે આ બાબત ડેપ્યુટી કમિશનરને જાણ કરી તો ડેપ્યુટી કમિશનર દ્વારા જણાવ્યું કે સાંજ સુધી તે બેંક ને પણ સીલ કરવા માં આવશે. હવે જોવુ એ રહ્યું કે હવે મહાનગરપાલિકા ના અધિકારીઓ આ કામગીરી યોગ્ય રીતે કરશે કે નહિ.

Next Story