ઝઘડિયાની RMG સ્ટીલ કંપનીમાં ઊંચાઈ પર થી બે કામદાર નીચે પટકાતા ૧ નું મોત ૧ ગંભીર

ઝઘડિયા ની આર.એમ.જી સ્ટીલ કંપની માં આશરે ૫૦ ફૂટ ઊંચા શેડ ના પતરા બદલવાનું કામ કરતા કોન્ટ્રાકટર ના બે કામદારો નીચે પટકાયા હતા.જેમાં બંન્નેવ કામદારો ગંભીર રીતે ઘવાયા હતા.
ઝઘડિયા જીઆઈડીસી માં આવેલ આર.એમ.જી સ્ટીલ કંપની માં શ્રીજી લેબર કોન્ટ્રાકટર ના લેબર કોન્ટ્રાકટ મા કામ કરતા બે કામદારોને આર.એમ.જી કંપની કંપનીમાં આવેલ ૫૦ ફૂટ ઊંચા શેડ ના પતરા બદલવાનું કામ આપવામાં આવ્યું હતું. આ કોન્ટ્રાકટર દ્વારા નીતિનભાઈ વસાવા ઉ.વ ૨૬ તથા આશિષ વસાવા ઉ.વ ૩૧બંન્નેવ રહે,બોરજાઈ તા.ઝઘડિયા ને આશરે ૫૦ ફૂટ ઊંચા શેડ ઉપર પતરા બદલવા માટે ચઢાવ્યા હતા. કોઈ પણ સુરક્ષા સાધનો વગર કામ કરાવતા આ બંન્નેવ કામદારો કોઈ કારણોસર ૫૦ ફૂટ ઊંચા શેડ ઉપર થી નીચે પટકાયા હતા. અચાનક કામદારો નીચે પડવાની ઘટનાને કારણે કંપનીમાં ભાગદોડ મચી જવા પામી હતી.૫૦ફૂટ ઉપર થી નીચે પડતા કામદારો ગંભીર રીતે ઘવાતા તેઓને તત્કાલ સારવાર અર્થે ભરૂચ ની એક ખાનગી હોસ્પીટલ માં ખસેડવામાં આવ્યા હતા.જ્યાં આશિષ વસાવા નામ ના કામદાર નું ટુંકી સારવાર દરમ્યાન મોત નિપજવા પામ્યું હતું. જયારે નીતિન વસાવાની હાલત હજુ ગંભીર હોવાનું તબીબોએ જણાવ્યું હતું.તો આ બનાવ સંદર્ભે ઝઘડિયા પોલીસે જરૂરી કાર્યવાહી કરી મરણ જનાર કામદાર ને પી.એમ અર્થે રવાના કરી આગળ ની કાયદેસર ની કાર્યવાહી હાથધરી છે.
ભરૂચ : નર્મદા મૈયા બ્રિજના છેડે ત્રિપલ અકસ્માત, 3 વાહનો એકબીજા સાથે...
5 May 2022 4:27 PM GMTવડોદરા : મગરના મોઢામાં આવી ગયો યુવકનો મૃતદેહ, 3થી વધુ મગરો વચ્ચે...
7 Jun 2022 9:12 AM GMTભાવનગર :મહિલા પીએસઆઈ સાથે બનેલ દુષ્કર્મ કેસમાં અનેક ચોકાવનારા ખુલાસા...
3 April 2022 4:59 PM GMTભરૂચમાં સોશિયલ મીડિયાએ શું લીધો યુવતીનો ભોગ..?, યુવતીએ જાતે દુપટ્ટા...
10 Jun 2022 5:15 AM GMTભરૂચ : રાજ્યભરનો પ્રથમ કિસ્સો, શહેરની એક મહિલા કે જેણે વૈજ્ઞાનિક...
8 May 2022 12:38 PM GMT
રાજ્યમાં આજે કોરોનાના 632 નવા કેસ નોધાયા, 384 દર્દીઓએ આપી કોરોનાના...
1 July 2022 4:32 PM GMTકેન્દ્ર સરકારના બોરવેલ અંગે જારી કરેલા ફરમાન સામે અંકલેશ્વર જનજાગૃતિ...
1 July 2022 3:33 PM GMTસુરત : યુક્રેનવાસીઓએ વરાછામાં પ્રથમવાર નીકળેલી રથયાત્રામાં જમાવ્યું...
1 July 2022 3:01 PM GMTઅમરેલી : જેસિંગપરા-વડી કેનાલના ભૂંગણામાં દીપડી સહિત જોવા મળ્યા 2...
1 July 2022 1:15 PM GMTભરૂચ : પુરી પછીની સૌથી પૌરાણિક રથયાત્રા, ફુરજા વિસ્તારમાં સમસ્ત ભોઈ...
1 July 2022 12:52 PM GMT