/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2018/06/download-1-1.jpg)
ઝધડિયા તાલુકાના ગોવાલી ગામે રહેતો વીસ વર્ષીય યુવાન છેલ્લા ત્રણ દિવસથી પોતાના ગામથી રહસ્યમય સંજોગોમાં ગુમ થયો હતો. જે બાબતે ઝધડિયા પોલીસ મથકે જાણવા જોગ ફરિયાદ નોંધાવી હતી. જ્યારે આજે ત્રણ દિવસ બાદ કષ્નપરી ગામે મદિર નજીક આવેલા એક કુવા માંથી આ યુવાનનો મૃતદેહ મળી આવ્યો હતો. બનાવ સંદર્ભે રાજપારડી પોલીસ મથકે મૃતદેહનો કબ્જો લઇ વધુ તપાસ હાથ ધરી છે.
પ્રાપ્ત વિગત અનુસાર ગોવાલી ગામેથી ગત તા.૩૦/૦પ/૧૮ની મોડી રાત્રીએ વીસ વર્ષીય યુવાન નરેશ રમેશભાઈ ઠાકોર ઘરેથી બસ સ્ટેન્ડ પાસે બેસવા જવાનું કહી નીકળ્યો હતો. મોડી રાત સુધી તે પરત ધરે ન આવતા પરિવારજનો દ્વારા તેની શોધખોળ કરવામાં આવી હતી. તમામ સ્થળો ઉપર તેની તપાસ કરવા છતાં તે મળી ન આવતા આખરે પરિવારજનો દ્વારા ઝધડિયા પોલીસ મથકે તેની ગુમ થયાની જાણવા જોગ ફરિયાદ નોંધાવવામાં આવી હતી. યુવાનની શોધખોળ દરમિયાન ગામમાંથી જાણવા મળતી માંહિતી અનુસાર ગોવાલી ગામે જ રહેતા રાકેશ મયજી ઠાકોર અને નગીન ભયજી ઠાકોર સાથે તે છેલ્લીવાર જોવા મળ્યો હતો. જે બાબતે પણ ઝધડિયા પોલીસ મથકે લેખિતમાં જાણ કરવામાં આવી હતી.
યુવાનના ગુમ થયાના ત્રણ દિવસ બાદ ઝઘડીયા તાલુકાના કષ્નપરી ગામે મંદિર નજીક આવેલા એક ફુવામાંથી સવારના સમય પાણીમાં તરતી એક પુરૂષની લાશ મળી આવી હતી. બનાવ સંદર્ભે રાજપારડી પોસઇ પી.સી.સરવૈયાએ પોલીસ કાફલા સાથે થટના સ્થળ ઉપર ધસી જઇ વધુ તપાસ હાથ ધરી હતી. તપાસ દરમિયાન ગોવાલી ગામેથી ગુમ થયેલા નરેશ ઠાકોરની લાશ હોવાનું પુરવાર થયુ હતું.જે સંદર્ભે રાજપારડી પોલીસે લાશનો કબ્જા મેળવી તેનું પી.એમ કરાવી આ અંગે વધુ તપાસ હાથ ધરી છે.
યુવાનની હત્યા થઇ હોવાનો પરિવારજનોનો આક્ષેપ
કષ્નપરી ગામથી મળી આવેલ મૃતદેહ ગોવાલીના નરેશ ઠાકોરનો હોવાનું પુરવાર થતાં જ પરિવારજનો સહિત ગામના ટોળાએ ઝઘડિયા પોલીસ મથકે હંગામો મચાવ્યો હતો. પરિવારજનોના આક્ષેપ મુજબ ગુમ થયાની જાણવા જોગ ફરિયાદમાં શંકાસ્પદ ગામના વ્યક્તિઓના નામ આપ્યા હોવા છતાં પોલીસે આ બાબતે કોઇ જ કાર્યવાહી કરી નથી.પરિવારજનોના આક્ષેપ મુજબ જો ઝધડિયા પોલીસ દ્વારા શંકાસ્પદ ઇસમો વિરૂઘ્ધ કોઇ જ કાર્યવાહી ક તેમની પુછપરછ પણ કરવામાં આવી નથી. પરિવારજનોના આક્ષેપ મુજબ ગામના શંકાસ્પદ ઇસમોએ જ નરેશ ઠાકોરની હત્યા કરી લાશ કુવામાં ફેંકી દીધી છે. જો કે પોલીસ તપાસ બાદ જ આ અંગેનું સત્ય પ્રકાશમાં આવશે.