ડિમ્પલ સાસુ જમાઇ અક્ષયકુમાર સાથે ફિલ્મમાં જોવા મળશે

New Update
ડિમ્પલ સાસુ જમાઇ અક્ષયકુમાર સાથે ફિલ્મમાં જોવા મળશે

હાલ ડિમ્પલ કાપડિયાનો ભાણેજ કરણ કાપડિયાને બોલીવૂડમાં લોન્ચ કરવાની પૂરી તૈયારી થઈ રહી છે. ડિમ્પલે આ જવાબદારી અક્ષય કુમારને સોંપી છે. નિર્માતા ટોની ડિસુઝાએ કરણને લઈને ફિલ્મ બનાવવાનો નિર્ણય લીધો છે. ટોનીએ આ પહેલા અક્ષયની 'બ્લુ' ફિલ્મનું નિર્માણ કર્યું હતું.

ટોનીની આ ફિલ્મમાં કરણ કાપડિયા ઉપરાંત અક્ષય કુમાર અને સની દેઓલ પણ કેમિયો રોલમાં જોવા મળશે. જો કે આ બંન્ને એક સાથે જોવા મળશે કે નહીં એ અંગે ચોખવટ કરવામાં આવી નથી. રસપ્રદ વાત એ છે કે આ ફિલ્મમાં ડિમ્પલ કાપડિયા પણ મહત્ત્વના પાત્રમાં જોવા મળશે.