Connect Gujarat
ગુજરાત

ડીસા : ચંદ્રલોક સોસાયટીના માર્ગ પર લાગ્યા બેનર, વોટ માંગશો નહિ,રસ્તો ગટર ખરાબ છે, માટે બીમાર પડશો

ડીસા : ચંદ્રલોક સોસાયટીના માર્ગ પર લાગ્યા બેનર, વોટ માંગશો નહિ,રસ્તો ગટર ખરાબ છે, માટે બીમાર પડશો
X

વોટ માંગશો નહિ,રસ્તો ગટર ખરાબ છે માટે બીમાર પડસો...

જેમ જેમ ચુંટણીનાં દીવસો નજીક આવતા જાય છે તેમ તેમ રોજેરોજ અવનવા પ્રસંગો સામે આવે છે. જયારે મતદારોમાં ક્યાંકને રોષ પણ જોવા મળે છે અને તેમનો રોષ ઠાલવવાની અવનવી રીતો પણ હોય છે. જયારે શનિવારની રાત્રે જ ડીસાનો ચંદ્રલોક સોસાયટી રોડ જેને અમુકો લોકો તો તેને સી.જી.રોડ. તરીકે પણ કહેતા હોય છે તે વિસ્તરામાં બેનરો લગ્યા છે અને તેમાં આ લખાણો લખાયા છે.

"મહેરબાની કરી વોટ માગશો નહિ" રસ્તો,ગટર ખરાબ છે માટે બીમાર પડશો

ફક્ત આ જ વિસ્તારનાં જ પ્રશ્નો નથી પણ ડીસાના મોટાભાગના વિસ્તારોમાં પ્રાથમિક સગવડોનો અભાવ અથવા અપૂરતી હોવાના કારણે સ્થાનિકો અકળાઈ ઉઠ્યા છે. જયારે આ વિસ્તારના લોકોની માંગ છે કે તેમના વિસ્તારમાં ભૂગર્ભ ગટરની કામગીરી દરમિયાન રોડ તોડી નાખ્યા છે તે ફરી નવા બનતા નથી અને બીજી તરફ વરસાદી તેમજ ગટરના પાણીનાં નિકાલ માટેની વ્યવસ્થા નથી. જે સાંકડી ગતરો છે તે ઉભરાય છે તેની સફાઈ પણ સમયે થતી નથી. વધુમાં ચોમાસા દરમિયાન જો થોડો પણ વરસાદ થાય એટલે તે વરસાદી પાણી નીકળવાની યોગ્ય વ્યવસ્થા નાં અભાવે તે પાણી લોકોના ઘરમાં પણ ઘુસી જતું હોય છે. જેને લઈને મોટો રોગચાળો ફાટી નીકળવાની દહેશત હોય છે.

આ વિસ્તારનો લોકો દ્વારા તંત્ર સામે રજુઆતો કરવા છતાં કોઈ નિકાલ ન આવતા આ લોકસભાનાં ચુંટણી આખરે અકળાઈ જઈ મતનો બહિષ્કાર કરવાના મૂડ આવી ગયા છે અને બેનર વોરથ શરૂઆત પણ કરી દીધી છે.જોવાનું રહ્યું કે આ સોસાયટીનાં રહીશોની તકલીફનું કોઈ સમાધાન આવશે કે ચુંટણી સમયે મળતા વચનો જ મળશે તે તો આવનારા સમયે ખબર પડશે પણ હાલમાં તો મતદારોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.

Next Story