Connect Gujarat
ગુજરાત

તાપી જિલ્લામાં તા. ૧૭મી, જૂને યોજાનારા કૃષિ મહોત્સવના આગોતરા આયોજન અંગે બેઠક યોજાઇ

તાપી જિલ્લામાં તા. ૧૭મી, જૂને યોજાનારા કૃષિ મહોત્સવના આગોતરા આયોજન અંગે બેઠક યોજાઇ
X

આગામી તા. ૧૭મી, એપ્રિલના રોજ તાપી જિલ્લાના સાતે સાત તાલુકામાં યોજાનારા કૃષિ મહોત્સવના આગોતરા આયોજન સંદર્ભે વ્યારા ખાતે જિલ્લા કલેકટર આર.એસ નિનામાની અધ્યક્ષતામાં બેઠક યોજાઇ હતી.

બેઠકમાં ઉપસ્થિત અધિકારીઓને માર્ગદર્શન આપતા કલેકટર નિનામાએ સાતે સાત તાલુકાઓના લાયઝન અધિકારીઓ, મામલતદાર તથા તાલુકા વિકાસ અધિકારીઓને તાલુકા કક્ષાએ યોજાનારા કૃષિ મહોત્સવને અનુલક્ષીને બેઠક કરી સ્થળ પસંદગી તથા આનુષાંગિક તમામ વ્યવસ્થાઓ સમયમર્યાદામાં પૂર્ણ કરી કાર્યક્રમ સુપેરે પાર પડે એવું આયોજન કરવા માટે સૂચનાઓ આપી હતી. વધુમાં તેમણે દરેક તાલુકામાં યોજાનારા કૃષિ મહોત્સવના કાર્યક્રમમાં વધુમાં વધુ ખેડૂતો સહભાગી થઇ કૃષિ તજજ્ઞો, કૃષિ પ્રદર્શન, નવી ટેકનોલોજીઅને અદ્યતન કૃષિલક્ષી સાધનોને નિહાળશે તથા કંઇક નવું ભાથું લઇને જશે તો જ કૃષિ મહોત્સવના આયોજનનો હેતુ સાર્થક થશે એમ જણાવ્યું હતું.

જિલ્લા ખેતીવાડી અધિકારી એસ.બી.ગામીતે કૃષિ મહોત્સવ અંગે માહિતી આપતા જણાવ્યું હતું કે, આગામી તા. ૧૭મીના રોજ જિલ્લાના દરેક તાલુકામાં સવારે ૦૯:૦૦ કલાકે કૃષિ મહોત્સવ યોજાશે. કૃષિ મહોત્સવના સ્થળે સ્થાનિક પરિસ્થિતિ અનુરૂપકૃષિ પ્રદર્શન, પ્રદર્શન-કમ-વેચાણ સ્ટોલ, નવા નવા આધુનિક ખેતઓજારોનું પ્રદર્શન કરવામાં આવશે. આ ઉપરાંત પશુ આરોગ્ય મેળો તથા પશુ સારસંભાળ પરિસંવાદ, કૃષિ વૈજ્ઞાનિકો દ્વારા ખેડૂતોને માર્ગદર્શન પણ આપવામાં આવશે એમ જણાવ્યું હતું.

બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારી જે.બી.પટેલ, નાયબ વન સંરક્ષક આનંદકુમાર, અધિક નિવાસી કલેકટર બી.બી.વહોનિયા, પ્રયોજના વહીવટદાર વિજય પટેલ, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક જે.જે.નિનામા, ખેડૂત તાલીમ કેન્દ્રના ખેતી નિયામક પ્રફુલભાઇ ચૌધરી, કર્ષિ વિજ્ઞાન કેન્દ્રના વૈજ્ઞાનિકો, ચોખા સંશોધન કેન્દ્રના વૈજ્ઞાનિકો, જિલ્લાના વરિષ્ઠ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

Next Story