દમણમાં નોંધાયા બર્ડ ફ્લૂના બે પોઝિટિવ કેસ 

New Update
દમણમાં નોંધાયા બર્ડ ફ્લૂના બે પોઝિટિવ કેસ 

દમણ કે જે પ્રવાસીય સહેલાણીઓ માટે એક આકર્ષક સ્થળ મનાય છે,જ્યા મોટી સંખ્યામાં લોકો પોતાનો વિકેન્ડ અને પ્રવાસ અર્થે આવે છે.ત્યાંના કડૈયા ગામ ખાતે બર્ડ ફ્લૂ ના બે પોઝિટિવ કેસ નોંધાતા તંત્ર દોડતુ થઇ ગયુ છે.

આ ઘટનાને પગલે પ્રસાશન દ્વારા દમણની તમામ હોટલોમાં અને નાની મોટી દુકાનો પર મરચી અને ઈંડા તથા તેની કોઈ પણ બનાવટ પર એક મહિના સુધી પ્રતિબંધ લાદી દેવામાં આવ્યો છે.

વધુમાં ત્યાંના આરોગ્ય વિભાગ દ્વારા કડૈયા ગામમાં પણ પ્રતિબંધ લાદીને ત્યાંની પ્રજાને ચિકન અને ઈંડાની કોઈ પણ વાનગી ન ખાવાની સૂચનાઓ અને માર્ગદર્શન આપવામાં આવ્યુ હતુ.