ભરૂચ પોલીસે રૂપિયા ૨૦,૩૦૦/-નો મુદ્દામાલ જપ્ત કરી, મહિલાની અટકાયત કરી
ભરૂચ ડી.એસ.પી રાજેન્દ્રસિંહ ચુડાસમાની સૂચના થી ડી.વાય.એસ.પી એન.ડી.ચૌહણના માર્ગદર્શન મુજબ ભરૂચ જિલ્લામાંથી ગુનાખોરી નાબુદ કરવાના પ્રયત્નના ભાગ રૂપે મળેલ બાતમીના અધારે છાપો મારતા ભરૂચ એસ.ઓ.જી અને દહેજ પોલીસે એક મહિલાને ત્રણ કિલો જેટલા ગાંજા સાથે ઝડપી પાડી હતી.
પ્રાપ્ત પોલીસ સુત્રીય માહિતી અનુસાર દહેજ પોલીસ મથકના પી.આઇ જે.એન. ઝાલાને મળેલ પાકી બાતમીના આધારે દહેજ પોલિસ ટીમ તથા ભરૂચ એ.ઓ.જીના પી.આઇ. પી.એન. પટેલ તથા બંન્નેવની ટીમ દ્વારા સંયુક્ત ઓપરેશન હાથધરી દહેજના વડદલા ગામે રહેતા ગીતાબેન ઉદેસીંગ પટેલના ઘરે અચાનક છાપો મારતા ગીતાબેન પાસેથી ગેરકાયદે વેચાણ અર્થે રખાયેલ ૦૨.૯૦૦ કિલોગ્રામ ગાંજો (નારકોટીકસ) કિંમત રૂપિયા ૨૦,૩૦૦/-ના મુદ્દામાલ સાથે ઝડપી પાડી હતી.
પોલીસે ગાંજા સાથે ઝડપાયેલ મહિલા ગીતાબેન આ ગાંજો કયાંથી ? કેમ ? લાવ્યા કોને આપવાનો હતો વિગેરે વિગતો મેળવવા નારકોટીકસ એકટ મુજબ તેના વિરૂધ ગુનો દાખલ કરી તેના રિમાન્ડ મેળવવા કવાયત હાથ ધરી છે. આ અંગે દહેજ પોલિસ મથકમાંગુનોનોંધી વધુ તપાસ પી.આઇ. પી.એન. પટેલ ચલાવી રહ્યા છે.