દહેજની હેમાની ઇન્ડસ્ટ્રીઝ ને ઔદ્યોગિક ક્ષેત્રે ઉત્કૃષ્ટ દેખાવ બદલ એવોર્ડ થી સન્માનિત કરાઈ

ગાંધીનગરના મહાત્મા ગાંધી મંદિર હોલ ખાતે ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડ અને સીઆઇઆઇના ઉપક્રમે તારીખ 2 થી 4 ડિસેમ્બર દરમિયાન વેસ્ટેક-2016નું આયોજન કરવામાં આવ્યુ હતુ.
આ કાર્યક્રમમાં ગુજરાત ક્લિનર પ્રોડક્શન સેન્ટર દ્વારા વર્ષ 2013-2014 અને વર્ષ 2014-2015 માટે સ્મોલ સ્કેલ અને લાર્જ સ્કેલ ઈન્ડસ્ટ્રીઝના વિભાગોમાં ઉત્કૃષ્ટ દેખાવ કરનાર ઉદ્યોગ એકમો ને એવોર્ડ વિતરણ કરીને સન્માનિત કરવામાં આવ્યા હતા.
જેમાં ભરૂચ જિલ્લાના વાગરા તાલુકાના દહેજ ઔદ્યોગિક વસાહત ખાતેના પ્લોટ નંબર સીએચ-5 ખાતેની હેમાની ઇન્ડસ્ટ્રીઝ લી.ને તૃતીય પુરસ્કાર આપીને સન્માનિત કરાઈ હતી. આ પ્રસંગે રાજ્યના પર્યાવરણ મંત્રી શંકર ચૌધરીના હસ્તે કંપનીના ડાયરેકટ ટેક્નિકલ ડિ.કે.રાય તથા ફેક્ટરી મેનેજર સતિષ પટેલે પુરસ્કાર સ્વિકાર્યો હતો.
આ પ્રસંગે ફોરેસ્ટ એન્ડ એન્વાયરમેન્ટ ડિપાર્ટમેન્ટના એડિશનલ ચીફ સેક્રેટરી અને જીપીસીબીના ચેરમેન અરવિંદ અગ્રવાલ, જીપીસીબીના મેમ્બર સેક્રેટરી હાર્દિક શાહ, ગુજરાત ક્લિનર પ્રોડક્શનના ચેરમેન ભરત શાહ પણ ઉપસ્થિત રહ્યા હતા.