New Update
/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2016/08/dahej-1.jpg)
ભરૂચ જિલ્લા ના વાગરા તાલુકાના દહેજ ગામે માત્ર રૂપિયા 1200 ની ચોરીની આશંકા એ મિત્રના હાથે મિત્રની હત્યાની ઘટના પ્રકાશમાં આવી છે.
વાગરા તાલુકાના વજાપરા ગામ ના બિજલ મહિજીભાઈ વસાવાના ઓ ની દુકાન માંથી એક અઠવાડિયા પહેલા રૂપિયા 1200ની ચોરી થઇ હતી.જે અંગે તેઓને પોતાના મિત્ર રણછોડ કેવળ રાઠોડ ઉપર શંકા હતી.તેથી તેઓએ રણછોડ ને તારીખ 28મી ની સાંજે પોતાની બાઈક પર બેસાડીને લઇ ગયા હતા અને બંને વચ્ચે રૂપિયા બાબતે ઝગડો થયો હતો.
ઉશ્કેરાયેલા બિજલ વસાવા એ લાકડાનો સપાટો રણછોડ ના માથામાં ફટકારી દેતા તેઓને ગંભીર ઈજાઓ પહોંચી હતી અને સારવાર અર્થે આરોગ્ય કેન્દ્રમાં લઇ જવામાં આવ્યા હતા. તેઓનું ટૂંકી સારવાર બાદ મોત નીપજ્યુ હતુ.
બનાવ અંગે દહેજ પોલીસે ફરિયાદ દર્જ કરીને આરોપી બિજલ ને ઝડપી પાડવાના ચક્રો ગતિમાન કર્યા છે.