દહેજ સેઝ 1 માં આવેલ મેઘમણી ઓર્ગેનિક લિમિટેડ ના કેમિકલ ગોડાઉન માં ભીષણ આગ

New Update
દહેજ સેઝ 1 માં આવેલ મેઘમણી ઓર્ગેનિક લિમિટેડ ના  કેમિકલ ગોડાઉન માં ભીષણ આગ

15 જેટલા ફાયર ફાયટર ઘટના સ્થળે આગ મંદ પડતા કંપની સંચાલકો અને તંત્ર એ રાહત નો દમ લીધો

ભરૂચ જિલ્લા ની દહેજ ઔદ્યોગિક વસાહત ખાતે ની મેઘમણી ઓર્ગેનિક કંપની ના ગોડાઉનમાં એકાએક ભીષણ આગ લાગતા અફડાતફડી મચી જાવા પામી હતી.15 થી વધુ ફાયર ફાયટર ઘટના સ્થળે પહોંચી જઈ આગ ને કાબુ માં લેતા અને કોઈ જાનહાની ન થતા કંપની સંચાલકો અને તંત્રએ રાહત નો શ્વાસ લીધો હતો.

1

દહેજ સ્થિત સેઝ 1 માં આવેલ મેઘમણી ઓર્ગેનિક લિમિટેડ ના કેમિકલ ગોડાઉન માં તારીખ 27મી ની રાત્રે 10 વાગ્યા ની આસપાસ ભીષણ આગ ફાટી નીકળી હતી.આગ ને પગલે કંપની માં નાશભાગ મચી જવા સાથે સૌ કામદારો કંપની ગેટ ની બહાર દોડી ગયા હતા.મેઘમણી માં લાગેલ આગ ને પગલે આજુબાજુ કંપની ના કર્મચારીઓ પણ પોતાની કંપની માંથી બહાર આવી ગયા હતા.

4

ઘટના સ્થળે કાયદો વ્યવસ્થા જાળવવા દહેજ પી.આઇ વિપુલ પટેલ અને મરીન પીએસઆઇ એસ.બી શર્મા પોતાના કાફલા સાથે દોડી ગયા હતા.તેમજ ફાયરસ્ટેશન અને DGEN,LNG અને રિલાયન્સ કંપની ના મળીને અંદાજિત 15 થી વધુ લાયબંબાની ચિચિયારીઓ સાથે લાશ્કરો ઘટના સ્થળે પહોંચી જઈ આગ પર પાણી નો મારો ચલાવતા 2 કલાક ના અંતે કેમિકલ ગોડાઉન ની આગ નિયંત્રણ માં આવી હોવાનું જાણવા મળ્યું છે.

3

આગ કાબુ માં આવી જતા કંપની સંચાલકો અને તંત્ર એ રાહત નો દમ લીધો હતો.ઘટના માં કોઈ જાનહાની પહોંચી ન હતી.મેઘમણી ઓર્ગેનિક લિમિટેડ માં લાગેલ આગ ને પગલે વાગરા મામલતદાર,નાયબ મામલતદાર અને ટીડીઓ પોતાની ટીમ સાથે દોડી ઘટના નો ચિતાર મેળવ્યો હતો.

Latest Stories