Connect Gujarat
ગુજરાત

દાહોદ:ટ્રસ્ટ સંચાલીત લબાના ઈન્ફોટેક ITIમાં આદિવાસી સમાજના વિદ્યાર્થીઓએ આક્ષેપો સાથે કર્યો હલ્લાબોલ

દાહોદ:ટ્રસ્ટ સંચાલીત લબાના ઈન્ફોટેક ITIમાં આદિવાસી સમાજના વિદ્યાર્થીઓએ આક્ષેપો સાથે કર્યો હલ્લાબોલ
X

દાહોદના દર્પણ સિનેમાં રોડ ઉપર ચાલતી લબાના ઈન્ફોટેક આઈ.ટી.આઈ.માં એક વિદ્યાર્થીનો COPA ની પરિક્ષામાં બેસવાની જગ્યા ના મળતા તે વિદ્યાર્થીએ ટ્રસ્ટના પ્રમુખને ફોન કરતા વિદ્યાર્થીને મોબાઈલ ફોન ઉપર કોઈ પ્રતિસાદ ના મળતા વિદ્યાર્થીએ ગુસ્સે ભરાઈને સંસ્થામાં આવીને કોમ્પયુટર કલાસમાંથી પી.સી.યુ લઈ જતા વિદ્યાર્થી અને સંસ્થાના પ્રમુખને ફોન ઉપર ગાળા ગાળી મામલો બીચકી ગયો હતો જેથી વિદ્યાર્થીએ પોતાની આદિવાસી સમાજના આગેવાનોને બોલાવી લબાના ઈન્ફોટેક ઉપર હલ્લાબોલ કરતા ટ્રસ્ટના પ્રમુખ માંગીલાલ લબાના ઉપર આક્ષેપો મુકવામાં આવ્યા હતા કે ફીસ ભરવાના નામ ઉપર ગરીબ આદિવાસી વિદ્યાર્થીઓની સ્કોલરશિપના પૈસા પણ બારોબાર લઈ લેવામાં આવે છે.

સ્ટાફને ત્રણ ત્રણ મહિનાથી પગાર ચુકવવામાં નથી આવતો વિદ્યાર્થીઓના એ.ટી.એમ પણ પોતાની પાસે રાખી વિદ્યાર્થીઓના રૂપિયા બારોબાર ચાઉ કરવામાં આવે છે અને શિવણ કલાસીસમાં કોઈ પણ ટીચર ના હોવાના કારણે શિવણ કલાસ શિખવા માટે આવતી આદિવાસી પરિવારની દિકરીઓ પોતેજ શિવણ કામ શીખતી હોઈ છે અને સરકારની ગાઈડ લાઈન મુજબ લબાના ઈન્ફોટેક આઈ.ટી.આઈ નથી ચાલતી અને એના તમામ ડોક્યુમેન્ટ ખોટા છે પ્રધાન મંત્રી વિકાશ કૌશલ્ય યોજનામાં રોજગાર આપવાની જગ્યાએ બારોબાર ગરીબ વિદ્યાર્થીઓ પાસેથી ફીસ પડાવી લેવામાં છે. તેવા આક્ષેપો સાથે ચકમક ઝરતા ઘટના સ્થળે દાહોદ ટાઉન પોલીસ આવી જતા મામલાને થાળે પાડયો હતો અને સામ સામે બન્ને પક્ષની ફરીયાદ દાખલ કરી પોલીસે લબાના ઈન્ફોટેકના પ્રમુખ માંગીલાલ લબાનાને ત્રણ દિવસમાં સંસ્થાના ડોક્યુમેન્ટ અને સરકારના પરિપત્રોની ઓરીજીનલ કોપીઓ પોલીસ સ્ટેશનમાં રજુ કરી વેરીફાઈ કરવા જણાવાયું હતું

Next Story
Share it