/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2019/03/2-8.jpg)
દાહોદ જિલ્લામાં ઈન્દોર-અમદાવાદ હાઈવે ઉપર રાત્રિના સમયે વાહન પંચર કરી લૂટ ચલાવતી ગેંગના ત્રણ સભ્યોને દાહોદ પોલીસે 47000 હજારની કિમ ના સોનાના દાગીના સાથે ઝડપી લઈ ચાર લૂટનો ભેદ ઉકેલ્યો છે.
છેલ્લા કેટલાય સમય થી અમદાવાદ –ઈન્દોર હાઈવે ઉપર રાત્રિના સમયે હાઈવે ઉપર રેલવેલાઈનના ધારદાર પથ્થરો કાળી માટી સાથે મૂકી વાહન પંચર પાડીને લૂટ ચલાવતી ગેંગ એ આતંક મચાવ્યો હતો. જેને પગલે રાત્રિના સમયે વાહચાલકોને પસાર થવામાં ભય લાગતો હતો.
વારંવાર બનતી ઘટનાને પગલે દાહોદ અને પંચમહાલ પોલીસે હાઈવે ઉપર 2 થી 4 કિમીના અંતરે પોલીસ સહાયતા કેન્દ્રો શરૂ કરવામાં આવ્યા હતા. સાથે જ પોલીસ પેટ્રોલીંગ વધારીને લૂટના બનાવો ઉપર કાબૂ મેળવ્યો હતો.આ ગુનામાં સંડોવાયેલ ગેંગની તપાસ હાથ ધરી હતી. જેમાં ગતરોજ પોલીસને બાતમી મળી હતી. કે લૂટનો મુદ્દામાલ વેચવા માટે આરોપી ઑ કંબોઈ ચાર રસ્તા આવાના છે. બાતમીને આધારે પોલીસની અલગ ટીમોએ વોચ ગોઠવી હતી. અને આરોપીઑ 47000ની કિમતની સોનાની ચેન અને વિટી વેચવાના ફિરાકમાં હતા. ત્યારે પોલીસે કોર્ડન કરી ત્રણેય આરોપી 1- દીપસીહ સોમલાભાઈ બામણીયા, 2- મુકેશ જાલુભાઈ બામણીયા, 3- અલકેશ લલ્લુભાઈ બામણીયા, ત્રણેય ગરબાડા તાલુકાના માતવા ગામના રહેવાસી છે જેઑ ને ઝડપી લીધા હતા.
આ ગેંગ કુલ 6 સભ્યો ની છે જેમાં થી ત્રણ ની ધરપકડ કરાઈ છે જ્યારે આની ત્રણ આરોપી ઑ ને ઝડપી પાડવાના ચક્રો ગતિમાન કર્યા છે આ ગેંગ ના સભ્યો અગાઊ પણ અનેક ધાડ-લૂંટ અને હત્યા ના ગુનામાં સંડોવાયેલા છે આ ગેંગ ના સભ્યો જેલ માઠી છૂટયા બાદ ફરીથી ગુનાહિત પ્રવૃતિ ઑ માં જોડાઈ જઈ હાઈવે ઉપર પસાર થતાં વાહનો ને પંચર પાડી લૂટ ચલાવી અને નજીક ના જંગલ વિસ્તારમાં પલાયન થઈ જાય છે .