દાહોદ: મોબાઈલના ટાવરની બેટરીઓની ચોરી કરતી ગેંગના 3 આરોપીઓ ઝડપાયા

New Update
દાહોદ: મોબાઈલના ટાવરની બેટરીઓની ચોરી કરતી ગેંગના 3 આરોપીઓ ઝડપાયા

ગુજરાતના દાહોદ જીલ્લામાં તેમજ મધ્યપ્રદેશના ઝાબુઆ જીલ્લામાં મોબાઈલના ટાવરોમાં લાગેલી બેટરીઓની ચોરી કરતી ગેંગના આરોપીઓને દાહોદ એલ.સી.બી. પોલીસે દબોચી લીધા હતા.

પ્રાપ્ત માહિતી અનુસાર મોબાઈલના ટાવરની બેટરીઓ તથા બેટરી ખોલવાના સાધનો સહિત ૧ લાખ ૪૫ હજારના મુદ્દામાલ સાથે ગેંગના ત્રણ વ્યક્તિઓને દાહોદ એલ.સી.બી. પોલીસે જેલના સળીયા પાછળ ધકેલી દીધા હતા.

દાહોદ જીલ્લામાં પાછલા કેટલાક દિવસોથી મોબાઈલના ટાવરોમાંથી બેટરી ચોરીની વારદાતો વધતી જતી હતી જે માહિતી અનુસાર દાહોદ પોલીસે આ મામલાને ગંભીરતાથી લઈને દાહોદ જીલ્લાના કેટલાક ગ્રામ્ય વિસ્તારોમાં સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું એના પછી દાહોદ પોલીસે ટેકનિકલ સોર્સના આધારે તપાસ હાથ ધરી હતી તે તપાસ દરમિયાન દાહોદ પોલીસને માહિતી મળતા મળતી જાણકારી મુજબ દાહોદ જીલ્લાના ઝાલોદ તાલુકાના લીમડીના વેપારી વિનય બાફનાનો મર્ડર તથા મધ્યપ્રદેશના ઝાબુઆ જીલ્લામાં લુંટનો આરોપમાં પકડાઈ ચુકેલો અને જામીન ઉપર આવેલો એમ.પી. પીપલીયા ગેંગનો ખુંખાર આરોપી દિનેશ રૂપસિંગ બારીયા રહેવાસી વડબારા તથા દાહોદ જીલ્લાના અને મધ્યપ્રદેશમાં મોબાઈલ ટાવરની બેટરી ચોરી જેવી વારદાતોમાં સામીલ હોવાની પુખ્તા જાણકારી દાહોદ એલ.સી.બી. પોલીસને મળી હતી.

આ આરોપી મધ્યપ્રદેશના ભોપાલ શહેરમાં એના રહેતા અડ્ડાઓ પર છાપા મારી દિનેશ રૂપસિંગ બારીયાને તથા મધ્યપ્રદેશનો ઝાબુઆ જીલ્લાનો મેઘનગરના રેલ્વે સ્ટેશન વાળી ગળીમાં રહેતો સલમાન ઉર્ફે અસલમ મન્સુરી તેમજ મધ્યપ્રદેશના થાંદલામાં કલા મંદીરની બાજુમાં રહેતો શિવા વિક્રમસિંહ ભદાલે સહિત ત્રણ લોકોને દાહોદ એલ.સી.બી. પોલીસે ધરદબોચી લીધા હતા અને આ ઘટનામાં પકડાયેલા ત્રણેય સાતીર ચોરો પાસેથી દાહોદ એલ.સી.બી. પોલીસે મોબાઈલના ટાવરની 24 બેટરીયો એક મારૂતિ વાન એક મોટર સાઈકલ તેમજ બેટરી ખોલવાની સાધન સામગ્રી જપ્ત કરી પકડાયેલા ત્રણેય આરોપીઓ વિરૂદ્ધ દાહોદ એલ.સી.બી. પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

Latest Stories