દિવ્યાંlગો માટે લગ્નજવનસાથી પસંદગી મિલન સમારંભ યોજાયો

New Update
દિવ્યાંlગો માટે લગ્નજવનસાથી પસંદગી મિલન સમારંભ યોજાયો

વલસાડ જિલ્લાના વાપી વી.આઇ.એ. હોલ ખાતે મૂકબધિર મિત્ર મંડળ દ્વારા દિવ્‍યાંગ મુક-બધિર યુવક-યુવતીઓ માટે લગ્નજીવનસાથી પસંદગી મિલન સમારંભ યોજાયો હતો. આ સમારંભનું ઉદ્‌ઘાટન જિલ્લા કલેક્‍ટર સી.આર.ખરસાણના હસ્‍તે કરાયું હતું.

આ પ્રસંગે જિલ્લા કલેક્‍ટરએ જણાવ્‍યું હતું કે, કુદરત જ્‍યારે કોઇ વ્‍યકિતમાં ખામી રાખે ત્‍યારે તેની જગ્‍યાએ કોઇ બીજી શક્‍તિ આપે જ છે, જેથી દિવ્‍યાંગોએ આફતને અવસરમાં બદલી નાંખવા તેમની શક્‍તિનો ઉપયોગ કરી સફળતા મેળવવા પ્રયત્‍નો કરવા જોઇએ.

દિવ્યાંસગો

વાપીના અગ્રણી ઉદ્યોગપતિશ્રી ગફુરભાઇ બિલખીયાએ જણાવ્‍યું હતું કે, ભલાઇનું કામ કરો તો જીવન સફળ થશે. દિવ્‍યાંગો માટેના આવા કાર્યક્રમો થકી જીવનસાથીની પસંદગી થાય છે જે મહત્ત્વની બાબત છે. દેશના વડાપ્રધાનશ્રી નરેન્‍દ્રભાઇ મોદી દ્વારા શરૂ કરાયેલા વિવિધ અભિયાનોમાં સૌ સહયોગ આપે તે દેશના વિકાસ માટે જરૂરી હોવાનું જણાવ્‍યું હતું. વેલસ્‍પનના ડાયરેક્‍ટર એ.કે.જોષીએ જણાવ્‍યું હતું કે, દિવ્‍યાંગ વ્‍યક્‍તિઓ પણ સામાન્‍ય વ્‍યક્‍તિની જેમ જ કાર્યકુશળતાથી કામગીરી કરી રહ્યા છે. તેમણે પોતાની કંપનીમાં દિવ્‍યાંગોને નોકરી આપવા માટે સંપૂર્ણ સહયોગ આપવાની ખાતરી આપી હતી.

મૂકબધિર મિત્ર મંડળના વસંતભાઇ ઘેલાણીએ સ્‍વાગત પ્રવચનમાં સૌને આવકારી દિવ્‍યાંગો માટેના કાર્યક્રમની સફળતા માટે સૌના સહયોગની અપેક્ષા વ્‍યક્‍ત કરી હતી.

વી.આઇ.એ. વાપીના પ્રમુખ હિતેન્‍દ્રભાઇ ઠક્કરે આભારવિધિ કરી હતી.

આ પ્રસંગે મૂકબધિર મિત્ર મંડળના હરિશ ઘેલાણી, અમન ઘેલાણી અને સમીર ઘેલાણી સહિત દિવ્‍યાંગો હાજર રહ્યા હતા.

Read the Next Article

સુરત : શિક્ષક પિતાએ બે પુત્રો સાથે અગમ્ય કારણોસર જીવન ટુંકાવ્યું, પોલીસે શરૂ કરી તપાસ,આપઘાતનું કારણ અકબંધ

સુરત શહેરમાં આજે બે કમકમાટીભર્યા સમાચાર સામે આવ્યા છે. આજે સવારે  સુરતના લસકાણા વિસ્તારમાં 34 વર્ષીય મહિલાએ પોતાના સાત વર્ષના દીકરાને ઝેરી દવા પીવડાવી અને

New Update

સુરતમાં સામૂહિક આપઘાતની ઘટના

શિક્ષક પિતાએ બે પુત્રો સાથે કર્યો આપઘાત

આપઘાત પાછળનું કારણ અકબંધ

પિતા પુત્રોના મૃતદેહ પોસ્ટમોર્ટમ અર્થે ખસેડાયા 

પોલીસે ઘટના અંગેની શરૂ કરી તપાસ

સુરત શહેરમાં આજે બે કમકમાટીભર્યા સમાચાર સામે આવ્યા છે. આજે સવારે  સુરતના લસકાણા વિસ્તારમાં 34 વર્ષીય મહિલાએ પોતાના સાત વર્ષના દીકરાને ઝેરી દવા પીવડાવી અને બાદમાં તે દવા પોતે પણ પી લીધી હતી. જેમાં માતાનું મોત નીપજ્યું હતું. જ્યારે બાળક સારવાર હેઠળ છે. ત્યારે હવે સુરતના ઉમરા વિસ્તારમાં આવેલી જિલ્લા પંચાયત ક્વાર્ટરમાં એક અત્યંત કરુણ ઘટના સામે આવી છે. અહીં એક પિતાએ પોતાના બે માસૂમ પુત્રો સાથે જીવનનો અંત આણ્યો છે. આ ઘટનાથી સમગ્ર વિસ્તારમાં શોકનું મોજું ફરી વળ્યું છે.

સુરતના ડિંડોલની મેરીમાતા સ્કૂલમાં શિક્ષક તરીકે ફરજ બજાવતા અલ્પેશ કાંતિભાઈ સોલંકી ઉં.વ. 41 મૂળ સાબરકાંઠા જિલ્લાના વિજયનગર તાલુકાના ચિઠોડા ગામના વતની છે,અને હાલ સુરતમાં પરિવાર સાથે રહે છે. મૃતક શિક્ષક અલ્પેશ સોલંકીએ પોતાના 2 વર્ષીય પુત્ર કર્નિશ અલ્પેશભાઈ સોલંકી અને 8 વર્ષીય પુત્ર ક્રીશીવ અલ્પેશભાઈ સોલંકી સાથે આપઘાત કરી લેતાં શોકનો માહોલ છવાયો છે. ગુરુવારે મોડી સાંજે તેમના ક્વાર્ટરમાંથી કોઈ પ્રતિસાદ ન મળતાં પાડોશીઓને શંકા ગઈ હતી. જ્યારે દરવાજો તોડીને અંદર જોયું તો ત્રણેય મૃત હાલતમાં મળી આવ્યા હતા. બંને બાળકોના મૃતદેહ બેડ પર મૃત અવસ્થામાં મળી આવ્યા હતાજ્યારે અલ્પેશભાઇની ડેડબોડી લટકતી હાલતમાં મળી આવી હતી.

આપઘાતનું ચોક્કસ કારણ હજુ સુધી જાણી શકાયું નથી. પોલીસને ઘટનાસ્થળેથી કોઈ સુસાઇડ નોટ મળી નથી. પ્રાથમિક તપાસમાં અગમ્ય કારણોસર આ પગલું ભર્યું હોવાનું મનાઈ રહ્યું છે. પોલીસે મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપીને વધુ તપાસ હાથ ધરી છે. આ ઘટના પાછળ કયું કારણ જવાબદાર છે તે જાણવા પોલીસે શિક્ષકના પરિવારજનો અને મિત્રોની પૂછપરછ શરૂ કરી છે.

Latest Stories