Connect Gujarat
ગુજરાત

દૂરદર્શનની જાણીતી એન્કર નીલમ શર્માનું થયું નિધન

દૂરદર્શનની જાણીતી એન્કર નીલમ શર્માનું થયું નિધન
X

દૂરદર્શનની જાણીતી એન્કર નીલમ શર્માનું નિધન થઇ ગયું છે. દૂરદર્શને પોતાના સતાવાર ટ્વિટર હેન્ડલ પર નીલમના નિધનની સૂચના આપી હતી. નીલમ દૂરદર્શનનો એક જાણીતો ચહેરો હતો. નીલમના નિધન પર દૂરદર્શને શોક વ્યક્ત કર્યો હતો. કહેવામાં આવી રહ્યુ છે કે નીલમ શર્મા કેન્સરથી પીડિત હતા.

તે છેલ્લા 20 વર્ષોથી દૂરદર્શનથી જોડાઇ હતી. નીલમને માર્ચમાં જ નારી શક્તિ સન્માન મળ્યું હતું. નીલમને તે સિવાય અનેક પુરસ્કારથી સન્માનિત કરવામાં આવી ચૂકી હતી. નીલમે પોતાના 20 વર્ષના કરિયરમાં ‘તેજસ્વિની’થી લઇને ‘બડી ચર્ચા’ જેવા અનેક લોકપ્રિય કાર્યક્રમોનું સંચાલન કર્યું છે. નીલમે 1995માં દૂરદર્શનથી કરિયરની શરૂઆત કરી હતી.

નીલમ શર્માના નિધન પર પ્રસાર ભારતીના ચેરમેન એ.સૂર્ય પ્રકાશે દુખ વ્યક્ત કર્યું છે. તેમણે ટ્વિટ કર્યું હતું કે, આ સાંભળીને દુખમાં છું કે દૂરદર્શનની જાણીતી મહિલા એન્કર નીલમ શર્મા નથી રહ્યા. તે વાસ્તવમાં નારી શક્તિની પ્રતિક હતી. જેનું સન્માન તેને રાષ્ટ્રપતિના હાથમાં મળ્યુ હતું.

Next Story