પલાનીસ્વામીને શશીકલાના અનુગામી જાહેર કરાયા, પનીરસેલ્વમની પાર્ટિમાથી હકાલપટ્ટી

New Update
પલાનીસ્વામીને શશીકલાના અનુગામી જાહેર કરાયા, પનીરસેલ્વમની પાર્ટિમાથી હકાલપટ્ટી

સુપ્રીમ કોર્ટ દ્વારા શશીકલા વિરુદ્ધ મહત્વનો ચુકાદો આપવામાં આવ્યો હતો જે અંતર્ગત આવકથી વધુ સંપત્તિ રાખવા બદલ શશીકલાને 4 વર્ષની જેલની સજા ફટકારી હતી. સાથે જ 6 વર્ષ માટે ચૂંટણી લડવા પર પ્રતિબંધ લગાવ્યો હતો તેમજ રૂ 10 કરોડનો દંડ પણ ફટકાર્યો હતો.

તો શશીકલાએ સરન્ડર કરતા પહેલા પલાનીસ્વામીને AIADMK ના ધારાસભ્યોના જૂથના નેતા તરીકે ઘોષિત કર્યા હતા. જે હવે ગવર્નરને મળીને સરકાર બનાવવાનો દાવો રજુ કરશે તેમજ બીજી તરફ પનીરસેલ્વમને પાર્ટીમાંથી સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા હતા.

અત્રે ઉલ્લેખનીય છે કે તમિલનાડુના પૂર્વ સીએમ જયલલિતા ના મૃત્યુ બાદ મુખ્યમંત્રીને લઈને સર્જાયેલા વિવાદે મોટુ સ્વરૂપ ધારણ કર્યું છે જેને તમિલનાડુમાં રાજકીય અસ્થિરતા સર્જી છે. જે હવે ભારે રાજકીય દાવપેચ માં પરિણમી હોય એવુ જોવા મળી રહ્યુ છે.