પાલેજમાં પીર મોટમિ્યા બાવાના બે દિવસીય ઉર્સ (મેળા)નો દબદબાબેર પ્રારંભ

New Update
પાલેજમાં પીર મોટમિ્યા બાવાના બે દિવસીય ઉર્સ (મેળા)નો દબદબાબેર પ્રારંભ

ઘેર ઘેર ગાયો પાળોનો ઉપદેશ આપનાર, કોમી એક્તાના પ્રખર હિમાયતી, વ્યસન મુક્તિના પ્રણેતા, માનવસેવાના ભેખધારી, હિઝ હોલિનેસથી સન્માનિત થયેલા માંગરોલની ગાદીવાળા હજરત પીર મોટામિયા રાજવલ્લભ સાહેબના બે દિવસીય ઉર્સ (મેળા)નો પાલેજ સ્થિત ચિશ્તિયા નગર ખાતે ગુરુવારના રોજથી દબદબાભેર પ્રારંભ થયો છે. આ પ્રસંગે ચિશ્તિયા નગર સ્થિત આવેલી હજરત પીર મોટામીયા બાવા સાહેબની દરગાહ પર મોટામીયા બાવાની ગાદીના સજ્જાદાનશીનો હજરત પીર સલીમુદ્દીન બાવા સાહેબ તેમજ હજરત પીર મોઇનુદ્દીન પીરજાદા બાવા સાહેબના હસ્તે સંદલ શરીફની વિધિ સંપન્ન કરાઇ હતી. સંદલ શરીફની વિધિમાં ખુબ જ મોટી સંખ્યામાં હિંદુ - મુસ્લિમ સંપ્રદાયના શ્રદ્ધાળુઓ ઉમટી પડ્યા હતા.

૧૯ એપ્રિલના રોજ અસ્તિત્વ ઉત્સવ પ્રસંગે ખ્યાતનામ સાહિત્યકારો પોતાના સાહિત્યને પીરસી હાજરજનોને રસબોળ કરશે તેમજ અજીમ નાઝાનો શમા એ મહેફીલનો કાર્યક્રમ પણ યોજાશે. બે દિવસીય ઉર્સ પ્રસંગે પાલેજ નગર સહિત પંથકના ગ્રામીણ વિસ્તારના તેમજ હજરત પીર મોટામિયા બાવા સાહેબના ચૌધરી સમાજના આદિવાસી અનુયાયીઓ ઉર્સ (મેળામાં) ભાગ લઇ સાંપ્રત સમયમાં માનવ - માનવ વચ્ચે વેર - ઝેરના બીજ રોપી સમાજમાં વૈમનસ્યનું સર્જન કરનાર માનવતાના શત્રુઓને કોમી એક્તાનો એક અનુપમ સંદેશો આપી કોમી એક્તાના દિપકને પ્રજ્વલ્લિત કરશે.

Latest Stories