/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2017/08/5fc7e30a-93ab-41c5-a2af-ddb536e4d8ca.jpg)
પાલેજ જીઆઈડીસી માંથી ભરૂચ એસઓજી પોલીસની ટીમે પાંચ પિસ્તોલ અને 2 નંગ કારતુસ સાથે બે શખ્સોની ધરપકડ કરી હતી.
ભરૂચ એસઓજી પોલીસને પાલેજ જીઆઈડીસીમાં બે શખ્સો પિસ્તોલ વેચવા માટે ફરી રહ્યા હોવાની બાતમી મળી હતી, જેના આધારે એસઓજી પોલીસ પાલેજ જીઆઇડીસીમાં વોચ ગોઠવી હતી.તે અરસામાં એક બાઈક પર બે શખ્સો શંકાસ્પદ જણાતા પોલીસે તેઓને અટકાવીને પુછપરછ કરી હતી, અને તેઓની જરૂરી તલાસી લેતા પોલીસને પાંચ પિસ્તોલ અને બે કારતુસ મળી આવી હતી.
ભરૂચ એસઓજી પોલીસના પીઆઇ એસ.સી. તરડે અને તેઓની ટીમે ઝડપી પાડેલ શખ્સોમાં લક્ષ્મણ ચંદુભાઈ રાઠવા રહે, છોટાઉદેપુર અને વિકાસ બસંતસિઘ સાસટીયા રહે મધ્ય પ્રદેશનાઓની ધરપકડ કરી હતી.
ભરૂચ એસઓજી પોલીસે બંને આરોપીઓની ધરપકડ કરીને પાંચ પિસ્તોલ બે કારતુસ તેમજ રોકડ તથા બાઈક મળીને કુલ રૂપિયા 1,54,340નો મુદ્દામાલ જપ્ત કરીને આરોપીઓનાં રિમાન્ડ મેળવવાની તજવીજ હાથધરી છે.