New Update
/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2019/10/2.jpg)
દેશના રાષ્ટ્રપતિ મહાત્મા ગાંધીજીની ૧૫૦ મી જયંતિ નિમિત્તે પાલેજની શાળાના વિદ્યાર્થીઓએ જનજાગૃતિ રેલી યોજી હતી. પ્લાસ્ટિકનો ઉપયોગ બંધ કરી પર્યાવરણને થઇ રહેલા નુકસાનને અટકાવવાના એક સુંદર સંદેશ લોકો સુધી પહોચાડ્યો હતો.
નગરના વિવિધ માર્ગો પરથી પ્લાસ્ટિકનો ઉપયોગ બંધ કરો, પર્યાવરણને બચાવો જેવા નારા લગાવવામાં આવ્યાં હતાં. નગરના વિવિધ માર્ગો પરથી પસાર થઇ હાઇસ્કૂલ પરત ફરી રેલીનું સમાપન કરાયું હતું. રેલીમાં હાઇસ્કૂલના આચાર્ય સલીમ જોલી તેમજ શિક્ષકો રેલીમાં જોડાયાં હતાં.