પાલેજ : મોહરમ તેમજ ગણેશ વિસર્જન પર્વ નિમિતે શાંતિ સમિતિની બેઠક યોજાઇ
BY Connect Gujarat9 Sep 2019 11:26 AM GMT

X
Connect Gujarat9 Sep 2019 11:26 AM GMT
હિંદુ-મુસ્લિમ સંપ્રદાયના આગામી ગણેશોત્સવ તેમજ મોહરમ પર્વની શાંતિપૂર્ણ માહોલમાં ઉજવણી થાય તે હેતુસર ભરૂચના પાલેજ પોલીસ મથકના ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેક્ટર જે.જે.પટેલની અધ્યક્ષતામાં શાંતિ સમિતિની એક બેઠક પાલેજ પોલીસ મથક ખાતે યોજાઇ હતી.
પાલેજ પોલીસ મથકના ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેક્ટર જે.જે.પટેલે અધ્યક્ષ સ્થાનેથી જણાવ્યું હતું કે, મોહરમ પર્વ તેમજ ગણેશ વિસર્જન શાંતિપૂર્ણ રીતે સોહાર્દભર્યા માહોલમાં હિંદુ-મુસ્લિમ સંપ્રદાયના લોકોએ ભેગા મળી ઉજવણી કરે. કોઇપણ જાતની અફવાઓથી લોકો દુર રહી પોલીસ તંત્રને સહકાર આપી કોમી એકતાની ભાવનાથી પર્વોની ઉજવણી કરવા બંને સંપ્રદાયના લોકોને અપીલ કરવામાં આવી હતી. શાંતિ સમિતિની બેઠકમાં ઉપસ્થિત પાલેજ નગરના તાજીયા અયોજકો તેમજ ગણેશ મંડળના આયોજકોએ પણ સંપૂર્ણ સહકારની ખાત્રી આપી હતી.
Next Story