પેસેન્જર પાસેથી પૈસા લઇ ટિકિટ ન આપનાર એસ.ટી બસના કંડક્ટરને હાઇકોર્ટે ફટકારી સજા

New Update
પેસેન્જર પાસેથી પૈસા લઇ ટિકિટ ન આપનાર એસ.ટી બસના કંડક્ટરને હાઇકોર્ટે ફટકારી સજા

પેસેન્જર પાસેથી પૈસા લઇ ટિકિટ ન આપનાર એસ.ટી બસના કંડક્ટરને હાઇકોર્ટે સજા ફટકારી છે. કોર્ટે કડંક્ટરને નોકરીમાં બે ગ્રેડ નીચે ઉતારવાની સાથે કાયમી ફીક્સ પગાર પર મૂકવાનો હુકમ કર્યો છે.

ચંદ્રકાન્ત પટેલ નામના વ્યક્તિ ગુજરાત એસ.ટી.માં કંડક્ટર તરીકેની ફરજ બજાવતા હતા. તેમની બસમાં ચેકીંગ સમયે એક પેસેન્જર ટિકિટ વગર પકડાયો હતો. પેસેંજરે ચેકિંગ અધિકારીને જણાવ્યું કે, તેણે કંડક્ટરને ટિકિટના પૈસા ચૂકવ્યા હતા પંરતુ તેને ટિકિટ આપી ન હતી. આ મામલે ઓથોરિટિએ કડંકટર સામે કાર્યવાહી કરી હતી. જેને પડકારતી અરજીમાં ટ્રિબ્યુનલે કંડકટરને સજા ફટકારી હતી. કડંક્ટરે આ પહેલીવાર નહીં પરંતુ ઘણી વખત પેસેન્જર્સ પાસેથી ટિકિટના પૈસા લીધા બાદ ગેરવર્તન કર્યા છે. આની પહેલા પણ ડિસ્પ્લીનરી ઓથોરિટી દ્વારા તેને સજા કરવામાં આવી હતી.