/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2016/08/sddefault-10.jpg)
સુરતના ઉધના વિસ્તારમાં પોલીસ પેટ્રોલિંગ દરમિયાન સીબીઆઇ તરીકે ઓળખ આપનાર યુવકની પોલીસે તપાસ કરતા માલુમ પડ્યુ હતુ કે તે ડુબ્લીકેટ સીબીઆઇ છે.તેથી પોલીસે યુવકની ધરપકડ કરી હતી. તેની પાસેથી સીબીઆઇનુ ડુબ્લીકેટ આઇકાર્ડ પણ મળી આવ્યુ હતુ.
શહેરના ઉધના વિસ્તારમાં બાઇક લઇને નીકળેલા યુવાન પાસે પોલીસે દસ્તાવેજી પુરાવા માંગતા તેણે સીબીઆઇ અધિકારી હોવાનુ જણાવી રોફ જમાવવા લાગ્યો હતો. તેમજ સીબીઆઇના નામનુ એક ડુબ્લીકેટ આઇકાર્ડ પણ બતાવ્યુ હતુ. જોકે,પોલીસને શંકા જતા તેની કડકાઇ થી પૂછપરછ હાથ ધરતા આખો મામલો સામે આવ્યો હતો.
ડુબ્લીકેટ સીબીઆઇ ઓફિસર બનીને ફરતા આ યુવકનુ નામ રમેશ પટેલ છે. તેણે ડુબ્લીકેટ સીબીઆઇના નામે કેટલા લોકોને છેતર્યા છે તે અંગે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.