પ્લેબેક સિંગર મોહમ્મદ અઝીઝનું હાર્ટ એટેકથી મોત

New Update
પ્લેબેક સિંગર મોહમ્મદ અઝીઝનું હાર્ટ એટેકથી મોત

બોલીવુડ ફિલ્મોના જાણીતા પ્લેબેક સિંગર મોહમ્મદ અઝીઝનું મંગળવારે 64 વર્ષની વયે નિધન થયું હતું. તેમની પુત્રી સનાએ આજે આ અંગેની જાણકારી આપી હતી. અઝીઝ કોલકાતામાં એક પ્રોગ્રામ પૂરો કરીને મુંબઈ પરત ફરતા હતા ત્યારે એરપોર્ટ પર હાર્ટ એટેક આવ્યો હતો. જે બાદ તેમને નાણાવટી હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા. જ્યાં ડોક્ટરોએ તેમને મૃત જાહેર કર્યા હતા.

અઝીઝનો જન્મ 1954માં કોલકાતાના અશોકનગરમાં થયો હતો. તેમણે બોલીવુડ ફિલ્મો ઉપરાંત બંગાળી, ઉડિયા અને અન્ય પ્રાદેશિક ભાષામાં પ્લેબેક સિંગિગ કર્યું હતું. તેઓ મોહમ્મદ રફીના ફેન હતા. અમિતાભ બચ્ચનની ફિલ્મ “મર્દ”ના ટાઇટલ ગીતથી હિન્દી પ્લેબેક સિંગિંગમાં બ્રેક મળ્યો હતો.

બાદમાં તેમણે અનેક ફિલ્મોમાં હિટ ગીત આપ્યા હતા. રફીના ગીતના દીવાના અઝીઝને બોલીવુડમાં મુન્નાના નામથી ઓળખવામાં આવતા હતા. બાંગ્લા ફિલ્મથી ગાવાની શરૂઆત કરનારા અઝીઝને 1986માં અમૃત ફિલ્મમાં ગાવાનો મોકો મળ્યો હતો. તેમણે બચ્ચન ઉપરાંત ઋષિ કપૂર, અનિલ કપૂર, મિથુન ચક્રવર્તી અને ગોવિંદાને પણ તેમનો અવાજ આપ્યો હતો.

એઝાઝે કલ્યાણજી-આણંદજી, લક્ષ્મીકાંત-પ્યારેલાલ, આરડી બર્મન, નૌશાદ, બપ્પી લહેરી, રવીન્દ્ર જૈન, અનુ મલિક અને આદેશ શ્રીવાસ્તવ જેવા જાણીતા સંગીતકારો સાથે કામ કર્યું હતું.

Read the Next Article

ચેહરાને ચમકદાર બનાવવા માટે દહીંનો ઉપયોગ આ રીતે કરો, જાણો ટીપ્સ!

આજના બીઝી લાઇફસ્ટાઇલ અને ખાવાની આદતોમાં ઘણો ફેરફાર થયો છે અને તેની સ્કિન પર પણ અસર પડે છે. દરેક વ્યક્તિ સુંદર દેખાવા માંગે છે. હેલ્ધી ગ્લોઈંગ, સોફ્ટ સ્કિન આત્મવિશ્વાસ વધારવામાં અસરકારક છે.

New Update
curd

સ્કિનને નેચરલી ગ્લોઈંગ બનાવવા માટે અને સમસ્યાઓથી દૂર રહેવા માટે તમારે યોગ્ય સ્કિન કેર રૂટિનનું પાલન કરવું જોઈએ. જો તમે પણ દોષરહિત અને ચમકતી ત્વચા મેળવવા માંગતા હો, તો તમે દહીંનો ઉપયોગ કરી શકો છો.

આજના બીઝી લાઇફસ્ટાઇલ અને ખાવાની આદતોમાં ઘણો ફેરફાર થયો છે અને તેની સ્કિન પર પણ અસર પડે છે. દરેક વ્યક્તિ સુંદર દેખાવા માંગે છે. હેલ્ધી ગ્લોઈંગ, સોફ્ટ સ્કિન આત્મવિશ્વાસ વધારવામાં અસરકારક છે. બદલાતા હવામાન, ધૂળ, પ્રદૂષણ, તણાવ અને ખોટી ખાવાની આદતો જેવા કારણો સ્કિનને નુકસાન પહોંચાડે છે. આનાથી ખીલ, નિસ્તેજતા અને વૃદ્ધત્વ જેવી સમસ્યાઓ થાય છે.

સ્કિનને નેચરલી ગ્લોઈંગ બનાવવા માટે અને સમસ્યાઓથી દૂર રહેવા માટે તમારે યોગ્ય સ્કિન કેર રૂટિનનું પાલન કરવું જોઈએ. જો તમે પણ દોષરહિત અને ચમકતી ત્વચા મેળવવા માંગતા હો, તો તમે દહીંનો ઉપયોગ કરી શકો છો. દહીં સરળતાથી ઉપલબ્ધ છે અને તે સ્કિન માટે ખૂબ જ ફાયદાકારક છે. અહીં જાણો દહીંનો ઉપયોગ ગ્લોઈંગ સ્કિન માટે કેવી રીતે કરવો?

  • સ્કિનને નરમ અને ચમકદાર બનાવવા માટે, તમે દહીં અને મધનો ફેસ પેક લગાવી શકો છો. તે ત્વચાને મોઇશ્ચરાઇઝ કરે છે અને ત્વચા સંબંધિત સમસ્યાઓ દૂર કરે છે. તેને બનાવવા માટે પહેલા દહીંમાં એક ચમચી મધ મિક્સ કરો. તેને સારી રીતે મિક્સ કરો અને આ પેસ્ટને ચહેરા પર લગાવો. તેને 15 મિનિટ સુધી લગાવો અને પછી તેને પાણીથી સાફ કરો.
  • દહીં અને હળદર: હળદરનો ઉપયોગ સામાન્ય રીતે ખોરાકમાં થાય છે. તેમાં ઘણા ગુણધર્મો છે. ત્વચાની સમસ્યાઓથી છુટકારો મેળવવા માટે તમે દહીં અને હળદરનો ઉપયોગ કરી શકો છો. દહીં અને હળદર મિક્સ કરીને પેસ્ટ બનાવો અને તેને ચહેરા પર લગાવો. થોડા સમય પછી તેને ધોઈ લો. આ ફેસ પેક તમારા ચહેરાને ચમકાવશે
  • દહીં અને લીંબુ: ચહેરા પર ચમક લાવવા માટે તમે દહીં અને લીંબુનો ઉપયોગ કરી શકો છો. દહીં લો અને તેમાં લીંબુ મિક્સ કરો. તેને તમારા ચહેરા પર લગાવો અને થોડીવાર રહેવા દો. પછી તેને સાફ કરો.

 Fashion tips | Home Made face masks | face care | Skincare Tips