Top
Connect Gujarat

બળાત્કારીને ફાંસીની સજાની માંગ સાથે સુવાના રહીશોનું દહેજ પોલીસને આવેદન

બળાત્કારીને ફાંસીની સજાની માંગ સાથે સુવાના રહીશોનું દહેજ પોલીસને આવેદન
X

તાજેતરમાં જ સુવાની માસુમ ઉપર બળાત્કારની ઘટના પ્રકાશમાં આવતા દહેજ પોલીસે બળાત્કારી આરોપીને ઝડપીપાડી તેના વિરૂધ પોસ્કોની કલમ હેઠળ કાર્યવાહી હાથ ધરી હતી. આ ઘટનાના ઘેરા પ્ર્ત્યાધાત દહેજ પંથકમાં પડ્યા હતા. તા.૭મીના રોજ બળાત્કારી ઇસમને ફાંસીની સજાની માંગ કરતું એક આવેદન ગ્રામજનો દ્વારા દહેજ પોલીસ મથકે આપવામાં આવ્યું હતું.

આ આવેદનમાં જણાવ્યા અનુસાર ગત રોજ માનવતાને નેવે મુકી માસુમ નાની બાળકી સાથે આચરાયેલ પરપ્રાંતિય ઇસમ દ્વારા દુષ્કૃત્યને સુવા ગ્રામજનો વખોળે છે.વધુમાં ઉલ્લેખાયા મુજબ આ પરપ્રાંતિય લોકો તેમના વિસ્તારમાં આવીને રોજ્ગાર મેળવે છે. ઘંધો કરે છે. પરંતુ તેમન દ્વારા ગામની મા બહેનો પર નજર બગાડીને આવા અધમ કૃત્યો આચરાય છે જે ગામજ નહીં પણ સમગ્ર દહેજ પંથક માટે ભયજનક કહી શકાય.માટે દોઢ થી બે વર્ષની માસુમ બાળકી સાથે દુષ્કૃત્ય કરનારને ફાંસીની સજા મળે એવી તેમણે માંગ કરી છે. સાથે સાથે બીજી વાર આવી ધટના ના બને તે માટે પોલીસ તંત્ર પાસે બાંહેધારી પણ માંગી હતી. ગ્રામજનોના જણાવ્યાનુસાર તેમના વિસ્તારમાં ૪૦% પરપ્રાંતિયો વસવાટ કરે છે અને જો આવી ધટનામાં ન્યાય નહીં થાય તો સમગ્ર ગ્રામજનોને ભયના ઓઠા હેઠળ જીવવું પડે તેવી પરિસ્થીતિનું નિર્માણ થાય તેમ છે.માટે આ આરોપીને ફાંસીની સજા આપાય જેથી ફરી કોઇ પરપ્રાંતિય આવું કૃત્ય ન કરે.

Next Story
Share it