Connect Gujarat
દેશ

બાળકોના સ્કૂલ બેગના વજનને લઈ મુંબઈ હાઇકોર્ટનો મોટો નિર્ણય

બાળકોના સ્કૂલ બેગના વજનને લઈ મુંબઈ  હાઇકોર્ટનો મોટો નિર્ણય
X

બોમ્બે ઉચ્ચ ન્યાયાલયે બાળકોના સ્કૂલ દફ્તર (બેગ)ના વજનને ઓછું કરવાવાળી નિર્દેશની યાચિકા માટે સોમવારે ખારીજ કરતાં જણાવ્યુ હતું કે અમને નથી લાગતું કે બાળકો પોતાના ખભા ઉપર કામ વગરના દફતર(બેગ) લઈ જાય છે કારણ કે સમય જતાં પુસ્તકો પાતળી થઈ ગઈ છે.

ન્યાયાલયના જણાવ્યા મુજબ સ્કૂલ દફ્તર (બેગ)ના વજન ઘટાડવા માટે કોઈ નવા નિયમ કે કાનૂન ની આવશ્યકતા નથી. અમારા જમાનામાં આ પુસ્તકોનું વજન આજ રોજ કરતાં ખૂબ વધારે હતું. અત્યારે આ પુસ્તકો ખૂબ જ પાતળા થઈ ગયા છે. મૂખ્ય ન્યાયાધીસ પ્રદીપ નંદરાજજોગ અને ન્યાયમૂર્તિ એન. એમ. જામદાર એ કહ્યું કે “ અમારા સમયના પુસ્તકોમાં બતાવવામાં આવ્યું હતું કે માત્ર સ્ત્રીઓજ ઘરનું કામ કરે છે, પરંતુ અત્યારની પુસ્તકોમાં બતાવવામાં આવ્યું છે કે પુરૂષ જમીન ઉપર ઝાડુ લગાવી રહ્યા છે."

ગયા વર્ષે દિલ્હી હાઇકોર્ટ દ્વારા સ્કૂલ દફ્તર(બેગ)ના વજનને લઈને મોટો નિર્ણય કર્યો હતો. દિલ્હી હાઈકોર્ટે સ્કૂલ દફ્તર(બેગ)નું વજન સુનિશ્ચિત કર્યું હતું, તેમણે નિયમમાં જણાવ્યુ હતું કે ધોરણ ૧ અને ધોરણ ૨ માં ભણતા વિધ્યાર્થીઓના સ્કૂલ દફ્તર(બેગ)ના વજન વધારેમાં વધારે ૧.૫ કિલો, ધોરણ ૩ થી ૫ માં ભણતા વિધ્યાર્થીઓના સ્કૂલ દફ્તર(બેગ)ના વજન ૨ થી ૩ કિલો, ધોરણ ૬ અને ૭ માં ભણતા છોકરાઓના વજન ૪ કિલો, ધોરણ ૮ અને ૯ માં ભણતા વિધ્યાર્થીઓના સ્કૂલ દફ્તર(બેગ)ના વજન વધારેમાં વધારે ૪.૫ કિલો અને ધોરણ ૧૦ માં ભણતા વિધ્યાર્થીઓના સ્કૂલ દફ્તર(બેગ)ના વજન ૫ કિલો નિશ્ચિત કર્યું હતું.

માનવ સંસાધન વિકાસ મંત્રાલયે આ અઠવાડિયાના શરૂઆતમાં તમામ રાજ્ય અને કેન્દ્ર શાસિત પ્રદેશોને જણાવવામાં આવ્યું હતું કે પ્રથમ અને બીજા વર્ગના બાળકોને હોમવર્ક આપવામાં નહીં આવે અને તેની ખાતરી કરવા માટે પ્રથમ ધોરણથી ૧૦ ધોરણ માટે નક્કી કરેલું સ્કૂલની બેગનું વજનનું પાલન થવું જોઈએ.

Next Story