બિહારની ૪૦ લોકસભા સીટને લઈને NDAમાં બેઠક ફાળવણીની જાહેરાત થશે

BJP ૧૮, JDU ૧૭, LJP પાંચ બેઠક પરનો દાવો

LJPના પ્રમુખ રામવિલાસ પાસવાન અને પુત્ર ચિરાગ પાસવાન ભાજપના અધ્યક્ષને મળશે

બિહારમાં NDAમાં બેઠકોની ફાળવણીને લઈને ખેંચતાણ યથાવત છે. બિહારની ૪૦ લોકસભા સીટમાંથી ભાજપ ૧૮, JDU ૧૭ અને LJPએ પાંચ સીટ પર દાવેદારી કરી છે. આ પહેલાં ભાજપ અને LJP વચ્ચે બેઠકો પર સહમતિ થયાં બાદ શનિવારે તેની જાહેરાત થવાની હતી પરંતુ તેને રવિવાર સુધી ટાળવામાં આવ્યું. આજે સીટોની વહેંચણીની જાહેરાત કરવામાં આવશે.

પાપ્ત વિગત મુજબ JDUને નાલંદા, પૂર્ણિયા, મધેપુરા, વાલ્મીકિનગર, ઝંઝારપુર, કારાકાટ, જહાનાબાદ, કિશનગંજ કે કટિહાર અને સીતામઢી સહિત કુલ ૧૭ સીટો પર દાવેદારી કરી છે. તો LJPએ હાજીપુર, સમસ્તીપુર, જુમઇ, વૈશાલી સહિત પાંચ સીટ પર દાવેદારી કરી છે.

આ ઉપરાંત ભાજપે શિવહર, ગોપલાગંજ, સારણ, ગયા અને ભાગલપુર સહિત ૧૮ સીટ પર પોતાની દાવેદારી કરી છે. આ પહેલાં રામવિલાસ પાસવાનની પાર્ટી LJP બેઠકોની ફાળવણીને લઈને રાજી થયું હતું. રાજ્યમાં LJP પાંચ લોકસભા સીટ પર ચૂંટણી લડશે. આ ઉપરાંત LJPના અધ્યક્ષ રામવિલાસ પાસવાનને રાજ્યસભા મોકલવાની ચર્ચા છે. શુક્રવારે રામવિલાસ પાસવાનના પુત્ર ચિરાગ પાસવાને આ મુદ્દે નાણામંત્રી અરૂણ જેટલી સાથે મુલાકાત કરી હતી.

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here