Connect Gujarat
દેશ

બેંકોની મનમાની પર RBI ની ફટકાર,ફાટેલી કે કંઈક લખેલી નોટ લેવાની ના પાડશે  તો થશે 10000 રૂપિયાનો દંડ 

બેંકોની મનમાની પર RBI ની ફટકાર,ફાટેલી કે કંઈક લખેલી નોટ લેવાની ના પાડશે  તો થશે 10000 રૂપિયાનો દંડ 
X

રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા દ્વારા એક નોટિફિકેશન જાહેર કરીને બેંકોને સુચના આપવામાં આવી છે કે ફાટેલી કે કંઈક લખાણ કરેલી નોટ ગ્રાહક પાસેથી સ્વીકારવાનો ઇન્કાર કરી શકશે નહિ,જો આ અંગેની કોઈ ફરિયાદ મળશે તો બેંકને રૂપિયા 10000 સુધીનો દંડ પણ ફટકારવામાં આવશે.

જાણવા મળ્યા મુજબ ભારતીય ચલણી નોટો પર લોકો પેન પેન્સિલ થી કંઈ પણ લખી નાખતા હોય છે.તેમજ ગમેતેમ વાળી નાખવી કે સ્ટેપલ પણ કરવામાં આવે છે,ત્યારે વર્ષ 1999માં ક્લીન નોટ પોલીસી અંતર્ગત લોકોને આવું ન કરીને સ્વચ્છ નોટ રાખવા માટેના નિયમો બનાવવા માં આવ્યા હતા.

જોકે નોટબંધી બાદ બેન્કિંગ ક્ષેત્રના વ્યવહારોના નિયમોમાં મહત્વના ફેરફાર કરવામાં આવ્યા છે,અને હાલમાં ફાટેલી કે કંઈક લખાણ લખેલી નોટો બેંકો દ્વારા સ્વીકારવાની મનાઈ કરવામાં આવતા ગ્રાહકોની મુશ્કેલીઓ વધી છે.ત્યારે RBIએ બેંકોને આવી નોટો સ્વીકારવા માટેનું એક નોટીફોકેશન જાહેર કર્યુ છે અને જો બેંક ફાટેલી કે લખાણ લખેલી નોટો નહિ સ્વીકારે તો રૂપિયા 10000ના દંડની જોગવાઈ કરવામાં આવી હોવાનું જાણવા મળ્યુ છે.જોકે આ અંગે હજી સુધી બેંકોને કોઈ જાણ ન હોવાનું બેંકના સૂત્રો દ્વારા જાણવા મળ્યુ છે.

ઉલ્લેખનીય છે કે ફાટેલી કે લખાણ વાળી નોટ ની સાથે બેંકો રૂપિયા 10ના સિક્કા પણ લેવાનો ઇન્કાર કરી રહી છે,ત્યારે નોટબંધી બાદ લોકોએ ભોગવેલી હાલાકી બાદ પણ લોકોની મુશ્કેલીઓ હજી દૂર થઇ નહોવાની ફરિયાદ બેંકના ગ્રાહકો દ્વારા કરવામાં આવી રહી છે

Next Story