બેંક અધિકારીના નામ થી ફોન કરીને સાયબર ક્રાઇમને અંજામ આપતો ભેજાબાજ યુપી થી ઝડપાયો,બે વોન્ટેડ

New Update
બેંક અધિકારીના નામ થી  ફોન કરીને સાયબર ક્રાઇમને અંજામ આપતો ભેજાબાજ યુપી થી ઝડપાયો,બે વોન્ટેડ

ભરૂચના શખ્સને બેંક અધિકારીના નામે ફોન કરીને લોભામણી લાલચ આપીને ઓનલાઈને રૂપિયા 4.18 લાખ સેરવી લેનાર ભેજાબાજને પોલીસે ઉત્તરપ્રદેશથી ઝડપી લીધો હતો,જયારે તેના બે સાગરીતોને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા છે.

ભરૂચ શહેરના શેરપુરા ખાતે રહેતા સિરાજ ઇબ્રાહિમ પટેલના મોબાઈલ ફોન પર અજાણ્યા શખ્સનો ફોન આવ્યો હતો,અને ICICI બેંકના અધિકારી તરીકેની પોતાની ઓળખ આપીને સિરાજ પટેલને પોતાની વાતોમાં ભોળવી દીધા હતા.

ભેજાબાજે સિરાજ પટેલને રૂપિયા 10 લાખનું ઇનામ લાગ્યુ હોવાનું જણાવી ને તેઓના બેંક ખાતા નંબર અને ATM પીન સહિતની અગત્યની માહિતી મેળવી લીધી હતી.જોકે સિરાજ પટેલના ખાતામાં રૂપિયા 10 લાખ તો જમા ન થયા પણ આ લોભામણી ઓફરમાં તેઓએ રૂપિયા 4.18 લાખ ગુમાવી દીધા હતા.

ભેજાબાજો એ થોડા સમય માંજ ઓનલાઈન બેન્કિંગની મદદ થી અલગ અલગ ખાતામાં રૂપિયા 4.18 લાખ ટ્રાન્સફર કરી લીધા હતા.જે અંગે જાણ સિરાજ પટેલને થતા તેઓએ ભરૂચ A ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ દર્જ કરાવી હતી,પોલીસે સાયબર ક્રાઇમનો ગુનો નોંધીને આ અંગે સાયબર સેલ ની મદદ થી તપાસ શરુ કરી હતી.

પોલીસ તપાસ માં ગુનાનું પગેરુ ઉત્તરપ્રદેશ સુધી પહોંચતા પોલીસે ફૈઝાબાદ ના રણજીત રાવત નામના ભેજાબાજની ધરપકડ કરી હતી,જ્યારે આ ગુનામાં હજી ગાઝિયાબાદનો દિનેશ તિવારી,અને રાજ વર્મા વેન્ટેડ હોવાનું પોલીસ જણાવી રહી છે.

Latest Stories