બોબી દેઓલ સલમાનની ફિલ્મમાં જોવા મળે તેવી ચર્ચા

New Update
બોબી દેઓલ સલમાનની ફિલ્મમાં જોવા મળે તેવી ચર્ચા

બોબી દેઓલે 1995માં ફિલ્મની કારકિર્દી શરૃ કરી હતી. તેની પ્રથમ ફિલ્મ બરસાત હતી. એ પછી તેણે ગુપ્ત, સોલ્જર, દિલ્લગી અને બિચ્છુ જેવી સફળ ફિલ્મો આપીને સુપરસ્ટારમાં ગણાવા લાગ્યો

પરંતુ પછીથી તેની ફિલ્મો બોક્સ ઓફિસ પર નિષ્ફળ જવા લાગી અને તે ફિલ્મ ઇન્ડસ્ટ્રીથી દૂર થઇ ગયો.

છેલ્લા ચાર વર્ષમાં બોબીની એક પણ ફિલ્મ રીલિઝ થઇ નહોતી. પરંતુ તેણે થોડા મહિના પહેલા જ ફિલ્મ પોસ્ટર બોયઝ થી ફરી કમબેક કર્યું. કહેવાય છે કે આ ફિલ્મે બોક્સ ઓફિસ પર ટંકશાળ પાડી નહીં પરંતુ તેના અભિનયના વખાણ થયા હતા. હવે તેની પાસે બે ફિલ્મો છે. જેમાંથી એક સલમાન ખાન સાથેની રેસ 3 હશે.

જ્યારે બીજી દેઓલ પરિવારની યમલા પગલા દીવાના 3 હશે. લાંબા સમય સુધી ઘરે બેસનાર બોબીને આ કારકિર્દીની આ બે ફિલ્મો ફરી વેગ આપશે તેવી આશા છે. તાજેતરમાં સલમાન ખાન ધર્મેન્દ્રને મળવા તેના ફાર્મહાઉસ પર ગયો હતો. જોકે સલમાન સાથેની ફિલ્મમાં તેના રોલ વિશે હજી જાણકારી મળી નથી.