ભરૂચના કસક થી ઝાડેશ્વર ચોકડી સુધીનો માર્ગ વાહનચાલકો માટે બન્યો જોખમી

New Update
ભરૂચના કસક થી ઝાડેશ્વર ચોકડી સુધીનો માર્ગ વાહનચાલકો માટે બન્યો જોખમી
  • વરસાદી પાણી થી સમગ્ર માર્ગ ધોવાઈ જતા કપચીઓ ઉખડી જતા વાહનો સ્લીપ થવાની ઘટનાથી વાહનચાલકો પરેશાન.
  • ધૂળ ની ડમરી થી ઉડી ને વાહનચાલકો ની આંખો માં લાગતા વાહનચાલકો ને અકસ્માતોનો ભય.
  • માર્ગ બનાવવામાં કોન્ટ્રાકટરે હલકી ગુણવત્તા ની સામગ્રી વાપરતા માર્ગ વરસાદ માં ધોવાયો.

ભરૂચ માં પ્રથમ તબક્કા ના વરસાદ માં કરોડો રૂપિયા ના ખર્ચે બનેલા માર્ગો ધોવાઈ જતા કોન્ટ્રાકટરો ના ભ્રષ્ટાચાર ની પોલ છતી થઈ જવા પામી છે.ધોવાઈ ગયેલા રોડની કપચી રસ્તા પર પથરાતાં કસક થી ઝાડેશ્વર ચોકડી સુધી નો માર્ગ વાહનચાલકો માટે જોખમી બની જવા સાથે ધૂળ ની ડમરીઓ ઉડતા વાહન ચાલકો અકસ્માત નો ભોગ પણ બની રહ્યા છે.

સમગ્ર ભરૂચ શહેર અને જીલ્લા માં વિકાસ ના નામે મત મેળવતી સરકારે વિકાસ પણ કેટલી ગુણવત્તા વાળો થાય છે તેની ચકાસણી કરવાની જરૂર છે. ભરૂચ શહેર ના તમામ મુખ્ય માર્ગો પ્રથમ ચરણ માં વરસેલા વરસાદ માં ધોવાઈ જવાના કારણે વાહનચાલકો માટે જોખમી બની ગયા છે. ભરૂચ શહેર ના કસક થી ઝાડેશ્વર ચોકડી સુધી નો મુખ્ય માર્ગ કરોડો રૂપિયા ની માતબર રકમ માંથી બનાવામાં આવ્યો હતો.પરંતુ માર્ગ ધોવાઈ જવાના કારણે માર્ગ ઉપર ની કપચીઓ ઉખડી ને રોડ ઉપર ફેલાઈ જતા કપચીઓ ઉપર થી પસાર થતા ટુ વહીલર સ્લીપ ખાઈ રોડ ઉપર પટકાવાના કારણે અકસ્માતો નો ભોગ બની રહ્યા છે. તો બીજી બાજુ રોડ ઉપર ધૂળ ની ડમરીઓ પણ ઉડી ને વાહનચાલકો ની આંખો માં લાગતા સ્ટેયરીંગ પર નો કાબુ ગુમાવતા અકસ્માતો નો ભોગ પણ બની રહ્યા છે.

કરોડો રૂપિયાના ખર્ચે બનેલ રોડ ધોવાઈ જતા જનતાના કરોડો રૂપિયા વરસાદમાં ધોવાઈ ગયા છે. નવા નક્કોર રોડ ધોવાઈ જતા તેની ગુણવત્તા ઉપર પણ પ્રશ્ન ઉભો થાય છે. રોડ બનવા દરમ્યાન તેની ગુણવત્તાનું નિરીક્ષણ જેમણે કરવાનું હોય છે તેમની સ્પષ્ટ બેદરકારી અને ભ્રષ્ટચારી નીતિ બહાર આવી છે. વિકાસ ના નામે લોકોના પરસેવાના કરોડો રૂપિયાથી અધિકારી અને કોન્ટ્રાકટરોના ખિસ્સા ભરાઈ રહ્યા હોવાના આક્ષેપો પણ થઈ રહ્યા છે.ત્યારે ભરૂચ જીલ્લા વહીવટી તંત્ર કે ભરૂચ નગર પાલીકા દ્વારા કસક થી ઝાડેશ્વર ચોકડી સુધી ના જોખમી માર્ગ સમય પહેલા જ ધોવાઈ જતા તેની તપાસ કરી ગુણવત્તા વગરનો રસ્તો બનાવનાર એજન્સી અને માર્ગને ક્લિયરન્સ સર્ટી આપનાર અધિકારી સામે પણ કાયદેસરની કાર્યવાહી કરવી જોઇએ તેવી માંગ ઉઠી છે.

Read the Next Article

કચ્છમાં ઇનલેન્ડ મેન્ગ્રોવ ગુનેરી સાઇટને ગુજરાતની પ્રથમ "બાયોડાયવર્સિટી હેરિટેજ સાઇટ" તરીકે જાહેર કરાઈ

વિશ્વના ગણતરીના અને ભારતના એકમાત્ર એવા સ્થળોમાંનું એક જ્યાં દરિયા કિનારાથી લગભગ 45 કિલોમીટરના અંતરે મેન્ગ્રુવના હરિયાળા જંગલો જોવા મળે છે...

New Update
  • ગુજરાતની પ્રથમ બાયોડાયવર્સિટી હેરિટેજ સાઇટ

  • 32.78 હેક્ટર વિસ્તાર કુદરતી ઇનલેન્ડ મેન્ગ્રોવ સાઇટ

  • ઇનલેન્ડ મેન્ગ્રોવ ગુનેરી હેરિટેજ સાઇટ જાહેર

  • દરિયા કિનારે મેન્ગ્રુવના હરિયાળા જંગલો જોવા મળ્યા

  • પ્રવાસી અને સ્થાનિક પક્ષીઓનું નિવાસસ્થાન પણ બન્યું

Advertisment

કચ્છ જિલ્લાના લખપત વિસ્તારમાં આવેલઇનલેન્ડ મેન્ગ્રોવ ગુનેરી’ સાઇટને ગુજરાતની પ્રથમ "બાયોડાયવર્સિટી હેરિટેજ સાઇટ" તરીકે જાહેર કરવામાં આવી છે. વિશ્વના ગણતરીના અને ભારતના એકમાત્ર એવા સ્થળોમાંનું એક જ્યાં દરિયા કિનારાથી લગભગ 45 કિલોમીટરના અંતરે મેન્ગ્રુવના હરિયાળા જંગલો જોવા મળે છે.

કચ્છ જિલ્લાના લખતર તાલુકામાં આવેલા ગુનેરી ગામનો 32.78 હેક્ટર વિસ્તાર કુદરતી ઇનલેન્ડ મેન્ગ્રોવ સાઇટ છે. કચ્છની સૂકી ધરતી પર જ્યાં રણની રેતી પથરાયેલી હોયત્યાં લીલાછમ મેન્ગ્રોવના વૃક્ષોનું આ જંગલ ખરેખર એક અજાયબી છે. આ અનોખી વિશેષતા અને પર્યાવરણીય મહત્વને કારણે આ સાઇટને ગુજરાત બાયોડાયવર્સિટી બોર્ડ દ્વારા ગુજરાતની પ્રથમ'બાયોડાયવર્સિટી હેરિટેજ સાઇટતરીકે જાહેર કરવામાં આવી છે.

આ વિસ્તારમાં'એવિસેનીયા મરીનાનામની મેન્ગ્રોવ પ્રજાતિ મોટા પ્રમાણમાં જોવા મળે છે. આ મેન્ગ્રોવ માત્ર વૃક્ષો નથીપરંતુ 20 પ્રવાસી અને 25 સ્થાનિક પક્ષીઓનું નિવાસસ્થાન છે. જેમાં ફ્લેમિંગોહેરિયર જેવા દુર્લભ જળ પક્ષીઓનો સમાવેશ થાય છે. મેન્ગ્રુવ કાર્બન ડાયોક્સાઇડ શોષીને પર્યાવરણને સ્વચ્છ રાખવામાં પણ મદદ કરે છે અને ચક્રવાત-સુનામી જેવી આફતો વખતે કુદરતી દીવાલનું કામ કરે છે.