ભરૂચના ગોલ્ડન બ્રિજ ખાતે નદીની સપાટી 31.50 ફુટ : 2900 થી વધુ લોકોનું કરાયું સ્થળાંતર

New Update
ભરૂચના ગોલ્ડન બ્રિજ ખાતે નદીની સપાટી 31.50 ફુટ : 2900 થી વધુ લોકોનું કરાયું સ્થળાંતર

નર્મદા ડેમમાંથી વિપુલ માત્રામાં પાણી છોડાતા ભરૂચના ગોલ્ડન બ્રિજ ખાતે નર્મદા નદીની સપાટી 31.50 ફુટ પર પોહચી છે. નદીના પાણી નીચાણવાળા વિસ્તારોમાં પ્રવેશી ગયા છે. ડેમના અત્યારે 23 દરવાજા ખુલ્લા મૂકવામાં આવ્યા છે.

ભરૂચ, અંકલેશ્વર અને ઝઘડીયા તાલુકામાંથી અત્યાર સુધીમાં 2900 થી વધુ લોકોને સલામત જગ્યાઓ પર ખસેડવામાં આવ્યા છે. બુધવારે સવારે સાત વાગ્યે નર્મદા નદીની સપાટી 31.50 ફુટ નોંધાય હતી.ડેમમાંથી હજી પાણીની આવક ચાલુ હોવાથી નર્મદા નદીની સપાટી હજી વધી શકે છે.

Read the Next Article

સુરેન્દ્રનગર : 700 વર્ષ જૂની ટાંગલીયા કળા સાત સમંદર પાર હોલીવૂડમાં પહોંચી,પદ્મશ્રી કલાકારે વર્ણવી વિશેષતા

સુરેન્દ્રનગર જિલ્લાની 700 વર્ષ જૂની ટાંગલીયા કળા સાત સમંદર પાર હોલીવૂડમાં પહોંચી છે. તાજેતરમાં હોલીવૂડમાં રિલીઝ થયેલી ફિલ્મ F1ના મુખ્ય એક્ટર બ્રેડ પીટે ટાંગલીયા કળાનો બનાવેલ શર્ટ પહેર્યો છે.

New Update
  • 700 વર્ષ જૂની ટાંગલીયા કળાની ડિમાન્ડ

  • સ્વદેશી કળા પહોંચી હોલીવૂડ

  • F1 ફિલ્મ બ્રેડ પીટ ટાંગલીયા શર્ટમાં સજ્જ

  • પદ્મશ્રી કલાકારે વર્ણવી ટાંગલીયા કળાની વિશેષતા

  • ટાંગલીયા કળાને પ્રોત્સાહન મળે તેવી આશા જન્મી 

સુરેન્દ્રનગર જિલ્લાની 700 વર્ષ જૂની ટાંગલીયા કળા સાત સમંદર પાર હોલીવૂડમાં પહોંચી છે. તાજેતરમાં હોલીવૂડમાં રિલીઝ થયેલી ફિલ્મF1ના મુખ્ય એક્ટર બ્રેડ પીટે ટાંગલીયા કળાનો બનાવેલ શર્ટ પહેર્યો છે.જે સમગ્ર રાજ્ય માટે ગૌરવભરી ઘટના સાથે ટાંગલીયા કળાને હવે પ્રોત્સાહન પણ મળશે તેવી આશા પણ જન્મી છે.

સુરેન્દ્રનગર જિલ્લો સીરામીક ઉદ્યોગની સાથે સાથે કલાત્મક વસ્તુઓ માટે પણ જાણી તો છે.હોલીવૂડમાં તાજેતરમાં રિલીઝ થયેલી ફિલ્મF1 માં મુખ્ય હિરો બ્રેડ પીટનો એક લુક આજકાલ ચર્ચાનો વિષય બન્યો છે.કારણ કે આ લુકમાં બ્રેડ પીટે પહેરેલો શર્ટ સુરેન્દ્રનગર જિલ્લાની 700 વર્ષ જુની ટાંગલીયા કળામાંથી બનાવવામાં આવ્યો છે. સુરેન્દ્રનગર જિલ્લાના વતની અને ટાંગલીયા કળાને જીવંત રાખનાર લવજી પરમારને તાજેતર માં જ સરક‍ાર દ્વારા ટાંગલીયા કળા માટે પદ્મશ્રી એવોર્ડ આપવામાં આવ્યો હતો.

ત્યારે આ અંગે લવજી પરમારે જણાવ્યું હતું કે જે શર્ટ હિરોએ પહેર્યો છે,તેમાં ખાસ ઇન્ડીગો પેટર્નનો શર્ટ છે,તે સામાન્ય કરતા થોડો અલગ બને છે અને તેને તૈયાર કરવામાં અંદાજે 4 થી 5 દિવસ જેટલો સમય લાગે છે. અને ખુબ ઝીણવટભર્યું કામ હોય છે અને આ શર્ટની અંદાજિત કિંમત રૂપિયા 25 હજારથી વધુ થાય છે. લુપ્ત થવા જઇ રહેલી ટાંગલીયા કળા હોલિવૂડ સુધી પહોંચતા જિલ્લામાંં ટાંગલીયા કળાના ક‍ારીગરોમાં પણ ઉત્સાહ જોવા મળે છે અને આગામી સમયમાં આ ટાંગલીયા કળાને વૈશ્વિક સ્તરે આગવી ઓળખ મળશે તેવી આશા વ્યક્ત કરવામાં આવી છે.