New Update
/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2016/12/WhatsApp-Image-2016-12-09-at-7.22.09-PM.jpeg)
ભરૂચ ના દહેજ બંદર ખાતે ભારતીય નેવીનું INS મૈસુર જહાજ આવી પહોંચ્યુ હતુ.જીએનએફસી ના ઓડિટોરિયમ ખાતે યોજાનાર આંતરરાષ્ટ્રીય કક્ષાના સી એન્ડ નોલેજ પરિસંવાદ અંતર્ગત જહાજને દહેજ બંદરે લાંગરવામાં આવ્યુ છે.
ભારતીય બનાવટનું ત્રીજું સૌથી મોટુ લડાકુ જહાજ ની મુલાકાત ભરૂચ ની શાળાના વિદ્યાર્થીઓને કરાવવામાં આવી હતી.અને જહાજ સંબંધિત મહત્વની રસપ્રદ જાણકારી નેવલ સ્ટાફના ચીફ એડમિરલ સુનિલ લનબા દ્વારા આપવામાં આવી હતી.
ભરૂચના જીએનએફસી ઓડિટોરિયમ ખાતે યોજાનાર ધ સી એન્ડ નોલેજ વિષય પર બે દિવસીય આંતરરાષ્ટ્રીય કક્ષાના પરિસંવાદનું ઉદ્દઘાટન પણ નેવલ સ્ટાફના ચીફ એડમિરલ સુનિલ લનબાએ કર્યું હતુ.આ પરિસંવાદ દરમિયાન દેશ વિદેશના તજજ્ઞો પણ ઉપસ્થિત રહશે.