ભરૂચના નાયબ મામલતદાર રૂપિયા 37000ની લાંચ લેતા એસીબીના હાથે ઝડપાયા 

New Update
ભરૂચના નાયબ મામલતદાર રૂપિયા 37000ની લાંચ લેતા એસીબીના હાથે ઝડપાયા 

પેટ્રોલ પંપ ની ફાઈલ ક્લિયર કરવા માટે માંગી હતી 50000 રૂપિયા ની લાંચ

ભરૂચ અને નર્મદાના લાંચ રુશ્વત વિરોઘી શાખાના સંયુક્ત ઓપરેશનમાં મહેસુલ વિભાગના નાયબ મામલતદાર રૂપિયા 37000ની લાંચ લેતા રંગે હાથ ઝડપાય ગયા હતા. ઉપરાંત તેઓના ટેબલના ડ્રોવર માંથી બિન હિસાબી રૂપિયા 1 લાખ ની રોકડ પણ મળી આવી હતી.

Advertisment

ભરૂચ જિલ્લા ના દયાદરા ગામ ખાતે ના મિન્હાઝ શબ્બીર હુસેન ડેરીવાલા નાઓએ પેટ્રોલ પંપની ફાઈલ NA કરવા માટે આપી હતી, પરંતુ ભરૂચ મામલતદાર કચેરીના લાંચિયા અધિકારી મહેસુલ વિભાગના નાયબ મામલતદાર નરસિંહ દેસાઈભાઈ પરમારના ઓ એ આ કામ માટે રૂપિયા 50000ની લાંચ માંગી હતી.

જે અંગે મિન્હાઝ ડેરીવાલા એ ભરૂચ નર્મદા એસીબી માં ફરિયાદ કરી હતી અને એસીબી ની ટીમ દ્વારા સંયુક્ત ઓપરેશન હાથ ધરીને નરસિંહ પરમારને તેઓની કચેરી માં જ લાંચ પેટે ની રકમ 37000 રૂપિયા સ્વીકારવા જતા રંગે હાથ ઝડપી લીધા હતા.

આ ઉપરાંત એસીબી ને તપાસ દરમિયાન તેઓના ટેબલ માંથી બિન હિસાબી રૂપિયા 1 લાખ કરતા વધુ ની રોકડ પણ મળી આવી હતી. સમગ્ર ઘટના નું વિડીયો રેકોર્ડિંગ પણ કરવામાં આવ્યું છે અને એસીબી દ્વારા લાંચિયા નાયબ મામલતદાર નરસિંહ પરમારના અન્ય નાણાકીય વ્યવહારો ની તપાસના પણ ચક્રો ગતિમાન કરવામાં આવ્યા છે.