ભરૂચના વરિષ્ટ પત્રકાર શ્રી વ્યોમેશ કાકાના નિધન થી પત્રકાર આલમ માં શોક

ભરૂચના વરિષ્ઠ પત્રકાર શ્રી વ્યોમેશ દેસાઈનું લાંબી માંદગી બાદ દુઃખદ અવસાન થતા પત્રકાર જગતમાં ઘેરા શોકની લાગણી પ્રસરી ગઈ હતી.
ભરૂચના વરિષ્ઠ પત્રકાર અને પત્રકાર જગતના ભીષ્મપિતા એવા આદરણીય શ્રી વ્યોમેશ દેસાઈ કે જેઓ કાકાના હુલામણા નામ થી પણ ઓળખાતા હતા, તેઓનું લાંબી માંદગી બાદ દુઃખદ અવસાન થયુ છે. પત્રકાર સ્વ.વ્યોમેશ દેસાઈની અંતિમ યાત્રા તારીખ 4થી જાન્યુઆરી 2017ને બુધવાર ના રોજ સવારે તેઓના નિવાસ સ્થાન 3-દિપાલી સોસાયટી , રચના નગર, ભરૂચ ખાતેથી કાઢવામાં આવશે, અને અંતિમ સંસ્કાર દશાશ્વમેઘ સ્મશાન ખાતે કરવામાં આવશે.
વ્યોમેશ કાકાના નિધન થી તેઓના પરિવાર,મિત્ર વર્તુળ સહિત પત્રકાર જગત માં ઘેરા શોકની લાગણી પ્રસરી ગઈ હતી.
કનેક્ટ ગુજરાત આ મહાન પત્રકાર શ્રી વ્યોમેશ દેસાઈ ને સહૃદય શ્રદ્ધાંજલિ અર્પે છે. અને તેમના દિવ્ય આત્માને પ્રભુ શાંતિ અર્પે તેવી પ્રાર્થના કરે છે.