/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2016/12/l_100660_015425_updates.jpg)
ભરૂચ ખાતે આવેલ શ્રી સદ્દવિદ્યામંડળ એન્જીનિયરીંગ કોલેજમાં કોમ્પ્યુટર ઇજનેરી વિદ્યાશાખામાં ફરજ બજાવતા પ્રો.ઋત્વિજ એચ.ઝવેરી છેલ્લાસાડા ત્રણ વર્ષથી "વાયરલેસ નેટવર્ક સિક્યોરિટી" વિષય ઉપર સંશોધન કરી રહ્યા હતા. જેના ઉપક્રમે તેઓએ ચારૂસેટ યુનિવર્સીટીમાંથી ડો.એન.એમ.પટેલના માર્ગદર્શન હેઠળ Ph.D ની ડિગ્રી પ્રાપ્ત કરી છે.
પ્રો.ઋત્વિજ એચ.ઝવેરીનું આ સંશોધન મિલિટરી ઓપરેશન, ડિઝાસ્ટર મેનેજમેન્ટ સિસ્ટમ, બોડી એરિયા નેટવર્કસ, હોમ ઓટોમેશન સિસ્ટમ, મલ્ટી પ્લેયર ગેમિંગ, ઇન્ટેલિજન્ટ ટ્રાન્સપોટ્રેશન સિસ્ટમ,અને બીજી અનેક વિધ એપ્લિકેશનમાં આજના ડિજીટલ યુગમાં ક્રાંતિ લાવવા માટે મહત્વપૂર્ણ સાબિત થશે તેઓ આશાવાદ વ્યક્ત કરવામાં આવ્યો છે. તેઓની આ સિદ્ધિ બદલ સંસ્થા દ્વારા અભિનંદન પાઠવવામાં આવ્યા છે તેમજ ગર્વની લાગણી વ્યક્ત કરી છે.