ગુજરાત વિધાનસભા ચૂંટણીની તારીખો જાહેર થતા લોકોને ચૂંટણીલક્ષી જરૂરી માહિતી અને મદદ મળી રહે તે માટે ભરૂચ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા હેલ્પલાઇન શરુ કરવામાં આવી છે.

ભરૂચ જિલ્લા કલેકટર સંદિપ સાંગલેનાં અધ્યક્ષ સ્થાને કલેકટર કચેરી ખાતે એક પત્રકાર પરિષદનું આયોજન કરવામાં આવ્યુ હતુ, આ પ્રસંગે નાયબ ચૂંટણી અધિકારી પણ ઉપસ્થિત રહ્યા હતા. જેમાં ભરૂચ જિલ્લા ચૂંટણી અધિકારી સંદિપ સાંગલેએ પત્રકારોને માહિતી આપતા જણાવ્યુ હતુ કે વિધાનસભાની ચૂંટણીની તારીખો જાહેર થતા જિલ્લામાં આચારસંહિતા સંદર્ભે કડક અમલ કરવામાં આવશે.જ્યારે હેલ્પલાઇન ફરિયાદ નિવારણ સેન્ટર નાની બચત શાખા કલેકટર કચેરી ખાતે શરુ કરવામાં આવ્યુ છે, જેનો ફોન નંબર :- 02642 – 266075 છે.વધુમાં મતદારને મતદાર સંબંધી જરૂરી માહિતી મળી રહે તે માટે તાલુકા કક્ષાએ મતદાર સુવિધા કેન્દ્ર કાર્યરત કરવામાં આવ્યુ છે. મતદાર સુવિધા કેન્દ્ર ઉપરાંત મતદાર સંબંધી હેલ્પલાઇન પણ શરુ કરવામાં આવી છે. જેનો ટોલ ફ્રી નંબર – 18002332647 પર સંપર્ક કરી શકાશે.જ્યારે ચૂંટણી ખર્ચને લગતી ફરિયાદ માટે ફોન નંબર – 02642 – 266075 પર સંપર્ક કરવા માટે જણાવવામાં આવ્યું છે.

વિધાનસભાની ચૂંટણીમાં EVM સાથે VVPAT  મશીનનો પણ ઉપયોગ કરવામાં આવશે તેથી તેનાં થી માહિતગાર કરવા માટે મતદારોનાં ઘરે ઘરે પેમ્પફ્લેટ પહોંચાડવામાં આવશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here