New Update
/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2017/09/sddefault-3.jpg)
ભરૂચનાં નારાયણ નગર પાસેનાં કોમ્પલેક્ષમાં પાર્ક કરેલી કાર ખાળકુવામાં ખાબકી હતી, અચાનક બનેલી ઘટનાને પગલે સ્થાનિક લોકોમાં ભારે કુતુહલ સર્જાયું હતુ.
ભરૂચ નારાયણ નગર વિસ્તારમાં એક ખાળકુવો અચાનક બેસી ગયો હતો, જેના કારણે તેના પર પાર્ક કરવામાં આવેલી કાર પણ ખાળકૂવામાં ખાબકી હતી.સર્જાયેલી ઘટનામાં કોઈ જાનહાની પહોંચી નહોતી પણ સ્થાનિક લોકોમાં બનાવને પગલે આશ્વર્ય સર્જાયું હતુ, અને પોતાના વાહનો તો આ રીતે પાર્ક નથી કર્યાને તેની પળોજણમાં પણ કરવા લાગ્યા હતા.
ખાળકૂવામાં ખાબકેલી કારને બહાર કાઢવા માટે નગર પાલિકાનાં ફાયર બ્રિગેડની મદદ પણ લેવામાં આવી છે.