ભરૂચ અને સુરત સિવિલ હોસ્પીટલના નર્સીંગ સ્ટાફે પડતર માંગણીને પગલે ઉગામ્યું હડતાલનું શસ્ત્ર, કર્યા સુત્રોચ્ચાર

New Update
ભરૂચ અને સુરત સિવિલ હોસ્પીટલના નર્સીંગ સ્ટાફે પડતર માંગણીને પગલે ઉગામ્યું હડતાલનું શસ્ત્ર, કર્યા સુત્રોચ્ચાર

સરકાર દ્વારા એક તરફ ગરીબોને આરોગ્ય સેવા સારી મળી શકે તે માટે વિવિધ યોજનાઓ જાહેર કરી પ્રજાની સુખાકારી અને સહુલીયત વધારાઇ રહી છે. તો બીજી તરફ આરોગ્ય અને તબીબી સેવાના કર્મીઓના પડતર પ્રશ્નોનું કોઇ નિરાકરણ ન લાવતા આખરે રાજ્યભરના નર્સીંગ સ્ટાફના કર્મીઓએ આજે તેમના પડતર પ્રશ્નો મુદ્દે હડતાલનું શસ્ત્ર ઉગામ્યું છે.

રાજ્યના નર્સિંગ કર્મચારીઓની વર્ષોથી કરેલી પડતર માંગણીઓ માટે 16 મી જાન્યુઆરીના રોજથી સમાજ અને દર્દીઓના હીતને ધ્યાનમાં રાખીને સરકાર તરફથી હકારાત્મક અભિગમની આશાએ અહિંસક યુનિફોર્મ બહિષ્કાર કરીને લડતની શરૂઆત કરી હતી.દરમિયાન અધિક મુખ્ય સચિવ (આરોગ્ય અને પરિવાર કલ્યાણ) દ્વારા રજૂઆતોને ધ્યાનમાં લઈને આરોગ્ય કમિશનર,અધિક નિયામકની કચેરી સાથે જરૂરી બેઠક કરીને જરૂરી દસ્તાવેજો એકત્ર કરીને ન્યાયિક દ્રષ્ટિએ નર્સીસને મળવા પાત્ર બાબતોની દરખાસ્ત પણ કરવામાં આવી હતી.તેમ છતાં પણ કોઈ પગલાં ભરવામાં આવ્યા ન હતા.

જે અંગે 18 મી જૂને પ્રતિનિધિઓની બેઠક યોજવામાં આવી હતી.જેમાં યુનિફોર્મ બહિષ્કાર ચાલુ રાખીને અન્ય પગલાં ભરવા નક્કી કરવામાં આવ્યું હતું. જેના સંદર્ભમાં તારીખ 11,18, અને 25મી જુલાઈએ ( અઠવાડિયામાં એક દિવસ )ના રોજ રાજ્યની તમામ જિલ્લા અને મેડિકલ કોલેજ સંલગ્ન હોસ્પીટલના નર્સીસ પોત-પોતના હોસ્પીટલના સંકુલમાં મુખ્ય સ્થળ એક દિવસીય પ્રતીક ઉપવાસ કરશે. ઉપરાંત હાથ માં પ્લેકાર્ડ બેનર લઇ સૂત્રોચ્ચારના કાર્યક્રમ આપ્યા હતા.જેમાં ભરૂચ સિવિલ હોસ્પીટલની 60 જેટલી નર્સીસ હડતાળમાં જોડાઇ હતી.પરંતુ કોઈ પણ દર્દીઓને કોઈ સારવારમાં કોઈ પણ તકલીફ ના પડે તે માટે ઇમરજન્સી સેવા પણ ચાલુ રાખવામાં આવી હતી.

રાજયભરના નર્સીંગ સ્ટાફે કેન્દ્ર સરકાર દ્વારા અપાતા પગારની માંગ રાજય સરકારમાં પણ અમલી બનેની માંગ અને પડતર પ્રશ્નોના નિકાલ માટે ભરૂચ જનરલ હોસ્પીટલના નર્સીંગ સ્ટાફે ગેઇટ ઉપર જ પ્લે કાર્ડ સાથે બેસી તેમની માંગણી સંતોષવા મુદ્દે સુત્રોચ્ચાર કરી હડતાલ પાડી હતી. નર્સીંગ સ્ટાફ પોતાની ફરજ ઉપરથી અળગા રહેતા રાજ્યની તમામ સરકારી હોસ્પીટલોમાં સારવાર અર્થે આવતા દર્દીઓને તેમજ હોસ્પીટલોમાં ફરજ ઉપરના તબીબોને ભારે હાલાકીનો સામનો કરી સરવંટ વડે કામ ચલાવવાનો વારો આવ્યો હતો.

બીજી તરફ સુરતમાં પણ પડતર માંગણીઓને લઈને નર્સિંગ એસોસિએશન દ્વારા એક દિવસના પ્રતિક ઉપવાસ કરવામાં આવ્યા હતા. યુનાઈટેડ નર્સીસ ફોરમ દ્વારા લાંબા સમયથી નર્સિંગ એલાઉન્સ, વોશીંગ એલાઉન્સ અને સાતમાં પગાર પાંચ, સહિતની અનેક માંગોને લઈને અનેક રજુઆતો કરવામાં આવી હતી. પરંતુ કોઈ નિવેડો નહિ આવતા આખરે નર્સિંગ એસોસિએશન દ્વારા પ્રતિક ઉપવાસ કરવામાં આવી રહ્યા છે. સુરતમાં નર્સિંગ એસોસિએશન દ્વારા બપોરે રેલી કાઢી વિરોધ નોંધાવ્યો હતો અને આગામી ૧૧ જુલાઈ, ૧૮ જુલાઈ અને ૨૫ જુલાઈના રોજ નર્સીસ હોસ્પિટલો ખાતે એક દિવસના પ્રતિક ઉપવાસ કરશે. આ પ્રતિક ઉપવાસના કાર્યક્રમને કારણે દર્દીઓને હાલાકી ન થાય તે માટે નર્સીસ સ્ટાફ ફરજ બજાવવાની સાથે ઉપવાસ કરશે.

Read the Next Article

ભરૂચ જિલ્લા ભાજપ દ્વારા ભવ્ય તિરંગા યાત્રા યોજાય, દેશપ્રેમના રંગ જોવા મળ્યા

ભરૂચ જિલ્લા ભાજપ દ્વારા માતરીયા તળાવથી સ્ટેચ્યુ પાર્ક સુધી ભવ્ય તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. સ્વતંત્રતા પર્વની ઉજવણીના ભાગરૂપે ભરૂચમાં જિલ્લા

New Update

ભરૂચમાં કરવામાં આવ્યું આયોજન

ભાજપ દ્વારા આયોજન કરાયું

તિરંગા યાત્રાનું આયોજન

આગેવાનો અને કાર્યકરો જોડાયા

દેશભક્તિના રંગ જોવા મળ્યા

ભરૂચ જિલ્લા ભાજપ દ્વારા માતરીયા તળાવથી સ્ટેચ્યુ પાર્ક સુધી ભવ્ય તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. 

સ્વતંત્રતા પર્વની ઉજવણીના ભાગરૂપે ભરૂચમાં જિલ્લા ભાજપ દ્વારા ભવ્ય તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું આ પ્રસંગે ભરૂચ જિલ્લા ભાજપ પ્રમુખ પ્રકાશ મોદી, ધારાસભ્ય રમેશ મિસ્ત્રી, મહામંત્રી નિરલ પટેલ, શહેર પ્રમુખ જતીન શાહ સહિત પક્ષના અગ્રણીઓ, હોદ્દેદારો અને મોટી સંખ્યામાં યુવાનો જોડાયા હતા. હાથમાં તિરંગો લહેરાવતા કાર્યકરો દેશભક્તિના સૂત્રોચ્ચાર કરતા આગળ વધતા નજરે પડ્યા હતા.ભાજપ દ્વારા હર ઘર તિરંગા અભિયાન અંતર્ગત યોજાયેલી આ યાત્રા દરમિયાન શહેરના મુખ્ય માર્ગો પર દેશપ્રેમનો જુસ્સો છલકાતો જોવા મળ્યો હતો. યાત્રામાં દેશભક્તિ ગીતો, સૂત્રોચ્ચારો અને તિરંગાની લહેરાટ સાથે ઉત્સાહનો માહોલ છવાયો હતો.
Latest Stories