ભરૂચ કોંગ્રેસ આઇટી સેલે વિકાસ ગાંડો થયો હોવાના બેનરો લગાવ્યા

New Update
ભરૂચ કોંગ્રેસ આઇટી સેલે વિકાસ ગાંડો થયો હોવાના બેનરો લગાવ્યા

ભાજપનાં વિકાસનાં સૂત્રને કોંગ્રેસ દ્વારા વિરોધનો મજબૂત મુદ્દો બનાવવામાં આવ્યો છે, અને રસ્તા પરનાં ખાડા, ગંદકી સહિતની બાબતોને વિકાસ ગાંડો થયો હોવાનાં બેનર હેઠળ પોતાનો વિરોધ નોંધાવી રહ્યા છે.

ભરૂચ કોંગ્રેસ આઇટી સેલનાં કાર્યકર્તાઓ દ્વારા પણ શહેરમાં જ્યાં ગંદકી છે ત્યાં "આઘા રહેજો વિકાસ ગાંડો થયો છે "તેવા બેનરો લગાવ્યા છે, જે સ્થાનિક લોકોમાં પણ ચર્ચાનું કેન્દ્ર બન્યા છે.publive-imageભાજપ દ્વારા ચૂંટણીમાં વિકાસનાં મુદ્દે પ્રચાર કરવામાં આવે છે, ત્યારે કોંગ્રેસ માટે વિકાસનો મુદ્દો સરકાર અને તંત્ર સામે મજબૂત વિરોધનું કારણ બની ગયો છે. રસ્તા પરનાં ખાડા, ગંદકી સહિતની બાબતો વિકાસ ગાંડો થયો છે, તેવા શ્લોગન હેઠળ સોશ્યલ મીડિયામાં પણ વાયરલ બની છે.