ભરૂચ ખાતે સખી વન સ્ટોપ સેન્ટર યોજનાનો કરાયો શુભારંભ

સખી વન સ્ટોપ સેન્ટર યોજના અંતર્ગત હિંસાથી પિડીત મહિલાઓની તમામ સમસ્યાઓનું સમાધાન થશે
પ્રતિ વર્ષની જેમ ચાલુ વર્ષે પણ રાજ્ય સરકાર ધ્વારા મહિલા સશક્તિકરણ પખવાડિયાની રાજ્યવ્યાપી ઉજવણીના ભાગરૂપે ભરૂચ ખાતે પણ ભારત સરકારના મહિલા અને બાળ વિકાસ ધ્વારા હિંસાથી પિડીત મહિલાઓને તમામ પ્રકારની સુવીધાઓ એક જ સ્થળેથી મળી રહે તે માટે ભરૂચના જનરલ હોસ્પિટલના તાત્કાલિક સારવાર કેન્દ્ર ખાતે સખી વન સ્ટોપ સેન્ટરનો શુભારંભ આજરોજ જિલ્લા કલેક્ટર અને જિલ્લા વિકાસ અધિકારી શ્રીમતિ ક્ષિપ્રા આગ્રેના શુભહસ્તે રિબિન કાપીને કરવામાં આવ્યું હતું. આ અંગેનો કાર્યક્રમ જનરલ હોસ્પિટલ ટ્રોમા સેન્ટર ભરૂચ ખાતે જિલ્લા કલેક્ટર અને જિલ્લા વિકાસ અધિકારી શ્રીમતિ ક્ષિપ્રા આગ્રેની ઉપસ્થિતિમાં યોજાયો હતો. આ કાર્યક્રમમાં સિવિલ સર્જન ડૉ. જે.ડી.પરમાર, જિલ્લા મહિલા અને બાળ અધિકારી શ્રીમતી હસિનાબેન મનસુરી, જિલ્લા દહેજ પ્રતિબંધક અધિકારી જીંજાલા, બ્રહ્મસમાજ સેવા ટ્રસ્ટના નરેશભાઈ ઉપસ્થિત રહ્યા હતા.
[gallery td_gallery_title_input="ભરૂચ ખાતે સખી વન સ્ટોપ સેન્ટર યોજનાનો કરાયો શુભારંભ" td_select_gallery_slide="slide" size="large" ids="105779,105783,105780,105784,105781,105782"]
કાર્યક્રમના અધ્યક્ષથાનેથી જિલ્લા કલેક્ટર અને જિલ્લા વિકાસ અધિકારી શ્રીમતિ ક્ષિપ્રા આગ્રેએ જણાવ્યું હતુ કે, પિડીત અને શોષિત મહિલાઓના સર્વાગી ઉત્કર્ષ માટે સખી વન સ્ટોપ સેન્ટર જનરલ હોસ્પિટલ ભરૂચ ખાતે શરૂ કરવામાં આવ્યું છે. જેના થકી પિડીત મહિલાઓને તમામ પ્રકારની જેમાં વુમન હેલ્પલાઈન, પોલીસ સહાય, સામાજીક સમસ્યામાં પરામર્શ, કાયદાકીય માર્ગદર્શન, તબીબી સુવિધાઓ મળી રહેશે. તેમણે સ્ત્રીની મહત્તાની વાત સમજાવી ભારત સરકાર અને રાજ્ય સરકારની સખી વન સ્ટોપ સેન્ટરની યોજનાનો લાભ પિડીત મહિલાઓ માટે ઘણો લાભદાયી છે અને મહિલાઓ દ્વારા આ યોજનાઓ પુરતો લાભ લેવાય તે જરૂરી છે.
જિલ્લા દહેજ પ્રતિબંધક સહ રક્ષણ અધિકારી રમેશભાઈ જીંજાલાએ સખી વન સ્ટોપ સેન્ટર યોજનાનો પરિચય રજૂ કર્યો હતો. સિવિલ સર્જન ડૉ. જે.ડી.પરમારે વન સ્ટોપ સેન્ટર સખી યોજનાએ હિંસાથી પિડીત બહેનોને પુરતા પ્રમાણમાં સહાય મળી રહેશે. આ યોજના લોકો સુધી પહોંચાડવાનું કામ આપણે સૌએ કરવાનું છે. જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળના સચિવ મહેતાએ હિંસાથી પિડીત બહેનોને આ યોજના ધ્વારા ન્યાય મળશે. કાનૂની સેવા સત્તા મંડળ ધ્વારા જરૂરી કાયદાકીય સમજ માટે બહેનોને મદદરૂપ થશે તેમ પણ જણાવ્યું હતું. બ્રહમ સમાજ સેવા ટ્રસ્ટના સંચાલક નરેશભાઈએ સખી વન સ્ટોપ સેન્ટર યોજનાના હેતુઓ કે મહિલા લાભ લઈ શકે તેની વિસ્તૃત સમજ આપી હતી.
કાર્યક્રમનાં પ્રારંભે મહિલા કલ્યાણ ક્ષેત્રે ઉમદા ફાળો આપનાર હેમાંક્ષીબેન શાહ અને જાનવીબેને પોતાની સાફલ્યગાથા રજૂ કરી હતી. આ કાર્યક્રમમાં જિલ્લા સમાજ સુરક્ષા અધિકારી મુનીયા, અન્ય અધિકારીગણ, નર્સીંગ કોલેજની બહેનો, આંગણવાડી કાર્યકર સહિત મોટી સંખ્યામાં મહિલાઓ ઉપસ્થિત રહી હતી.
ભરૂચ : નર્મદા મૈયા બ્રિજના છેડે ત્રિપલ અકસ્માત, 3 વાહનો એકબીજા સાથે...
5 May 2022 4:27 PM GMTવડોદરા : મગરના મોઢામાં આવી ગયો યુવકનો મૃતદેહ, 3થી વધુ મગરો વચ્ચે...
7 Jun 2022 9:12 AM GMTભાવનગર :મહિલા પીએસઆઈ સાથે બનેલ દુષ્કર્મ કેસમાં અનેક ચોકાવનારા ખુલાસા...
3 April 2022 4:59 PM GMTભરૂચમાં સોશિયલ મીડિયાએ શું લીધો યુવતીનો ભોગ..?, યુવતીએ જાતે દુપટ્ટા...
10 Jun 2022 5:15 AM GMTભરૂચ : રાજ્યભરનો પ્રથમ કિસ્સો, શહેરની એક મહિલા કે જેણે વૈજ્ઞાનિક...
8 May 2022 12:38 PM GMT