ભરૂચ જિલ્લામાં ગરમી નો પારો દિનપ્રતિદિન વધતા જનજીવન થયું પ્રભાવિત

New Update
ભરૂચ જિલ્લામાં ગરમી નો પારો દિનપ્રતિદિન વધતા જનજીવન થયું પ્રભાવિત

ભરૂચ જિલ્લામાં છેલ્લા એક માસમાં ૧૦૮ એમ્બ્યુલન્સ ગરમીને લગતા ૩૮૨ કોલ મળ્યા

ભરૂચ જિલ્લામાં ગરમીનો પારો ઉચકાઇ રહ્યો છે ગરમીનો પ્રકોપ તીવ્ર બનતા અંગ દઝાડતી ગરમીથી જનજીવન અસ્તવ્યસ્ત થઇ જવા પામ્યું છે.

ભરૂચ જિલ્લામાં ઉનાળાના કારણે એક માસમાં બ્લડપેસર ચક્કર આવતા પડી જવું વગેરે જેવા ગરમી ને લગતા ૩૮૨ ઉપરાંત ના કેસો ભરૂચ જિલ્લાની સોળ ૧૦૮ એમ્બ્યુલન્સ મળ્યા હતા.

ભરૂચ જિલ્લામાં ૧૦૮ ની ટીમે આવા દર્દીઓને સ્થાનિક ખાનગી હોસ્પિટલ તથા સરકારી હોસ્પિટલ ખસેડયા ખસેડી સારવાર આપી હતી. ભરૂચ પંથકમાં કેટલાક દિવસોથી ગરમી નો પાડો ઉચકાઇ રહ્યો છે ગરમીના પ્રકોપથી મનુષ્ય સહિત સમગ્ર જે સૃષ્ટિ અગન ઝરતી ગરમીથી આકુળ વ્યાકુળ બની છે સવારથી માંડી મોડી સાંજ સુધી અનુભવથી તીવ્ર ગરમી અને અસહ્ય ઉકળાટના કારણે અને રોજિંદા કાર્યોમાં ભળે વ્યસ્ત રહેતા રોજિંદા લોકો સૂર્યના પ્રખર તાપના કારણે સ્વાસ્થ્ય વિષયક સમસ્યાઓ પણ સામનો કરવો પડે છે.

જેમાં માથાનો દુખાવો ,તાવ ,બ્લડપ્રેશરમાં વધઘટ ,ઝાડા ઉલટી એસીડીટી જેવી ગરમી જનક બિમારીઓને ફરિયાદ ઉઠવા પામી છે જેમાં છેલ્લા એક માસમાં ભરૂચ જિલ્લા ૧૦૮ એમ્બ્યુલન્સ ૩૮૨ જેટલા કોલ મળ્યા છે ભરૂચ જિલ્લા ૧૦૮ પ્રોગ્રામ મેનેજર ધવલ પારેખે જણાવ્યું હતું કે ગરમી ને લગતા કોઈપણ લક્ષણ જણાય તો તે ૧૦૮ એમ્બ્યુલન્સ નો ફોન કરો અને બહાર નીકળવાનું થાય ગરમી ને લગતા પ્રોટેક્શન કરીને જ બહાર નીકળવું એમ જણાવ્યું હતું.

Latest Stories