ભરૂચ જિલ્લા GVK EMRI 108 અમ્બ્યુલન્સ દ્વારા વૃક્ષારોપણ કરી ઉજવણી કરાઇ

New Update
ભરૂચ જિલ્લા GVK EMRI 108 અમ્બ્યુલન્સ દ્વારા વૃક્ષારોપણ કરી ઉજવણી કરાઇ

સ્વચ્છ ભારત મિશન અંતરગત વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે GVK EMRI 108 અમ્બ્યુલન્સના કર્મચારીઓએ પોતાના લોકેશન પર જ વૃક્ષારોપણ કરી ઉજવણી કરી હતી. આ વૃક્ષારોપણના કાર્યક્રમમાં 108,181 તથા ખિલખિલાટના કર્મચારીઓ જોડાયા હતા.

GVK EMRI 108 અમ્બ્યુલન્સ દ્વારા પાંચ જૂનના રોજ ગુજરાતના તમામ જિલ્લાઓમાં વૃક્ષારોપણ કરી તમામ કર્મચારીઓ દ્વારા વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે ઉજવણી કરવામાં આવી હતી.

Read the Next Article

અંકલેશ્વર: સંસ્કારદીપ વિદ્યાલયમાં વિવિધ પ્રકલ્પોનું ભૂમિપૂજન-લોકાર્પણ કરાયુ

અંકલેશ્વરની સંસ્કારદીપ ટ્રસ્ટ સંચાલીત શ્રીમતી પી.ડી.શ્રોફ સંસ્કારદીપ વિદ્યાલયના 35 વર્ષમાં મંગલ પ્રવેશ નિમિત્તે ત્રણ પ્રકલ્પોનું ભૂમિ પૂજન અને લોકાર્પણ કરવામાં આવ્યું હતું.

New Update
MixCollage-12-Jul-2025-
અંકલેશ્વરની સંસ્કારદીપ ટ્રસ્ટ સંચાલીત શ્રીમતી પી.ડી.શ્રોફ સંસ્કારદીપ વિદ્યાલયના 35 વર્ષમાં મંગલ પ્રવેશ નિમિત્તે ત્રણ પ્રકલ્પોનું ભૂમિ પૂજન અને લોકાર્પણ કરવામાં આવ્યું હતું.
અંકલેશ્વર જી.આઈ.ડી.સી.માં આવેલ સંસ્કારદીપ ટ્રસ્ટ સંચાલીત શ્રીમતી પી.ડી.શ્રોફ સંસ્કારદીપ વિદ્યાલયના 34 વર્ષ પૂર્ણ થતાં 35માં વર્ષના મંગલ પ્રવેશ નિમિત્તે શાળામાં અભ્યાસ કરતા બાળકોનું શારીરિક સ્વાસ્થ્ય અને સ્માર્ટ બોર્ડ તેમજ વૈજ્ઞાનિક રીતે આગળ વધે તે માટે આજરોજ કે.પટેલ કેમો ફાર્મા પ્રાઇવેટ લિમિટેડ દ્વારા આઉટ ડોર જીમનાસ્ટિકનું આમંત્રિત મહેમાનોના હસ્તે ભૂમિ પૂજન કરવામાં આવ્યું હતું.જ્યારે સુભશ્રી પીગમેન્ટ્સ પ્રાઇવેટ લિમિટેડના સૌજન્યથી બનાવેલ સ્માર્ટ ક્લાસીસ તેમજ એસ્ટ્રોનોમી ગેલેરીનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું.આ કાર્યક્રમમાં જીતેન્દ્ર એમ.પટેલ,શ્રી કે શ્રીવત્સન,શીતલ નરેશ પટેલ અને પારુલ ચેતન વઘાસિયા તેમજ સંસ્કારદીપ ટ્રસ્ટના ટ્રસ્ટીઓ તેમજ આમંત્રિતો ઉપસ્થિત રહ્યા હતા.